________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૮૭
ઘરમાં સુખ-દુઃખની ભ્રાંતિ ન થાય તો કર્મબંધનને અવકાશ રહેતો નથી – કર્મ ખરી પડવાની – ભ્રાંતિઓ છેદાય જવાની શક્યતા રહે છે. ખરે જ દર્શન-જ્ઞાનની નિર્મળતા હૃદયમાં ભ્રાંતિ કે વ્યામોહ નિપજવા દેતી નથી.
જીવે પોતાનું અનંત અદ્ભૂત સ્વરૂપે કાંઈ ગુમાવ્યું નથી – એનું સ્મરણ જ ગુમાવેલ છે. જ્ઞાનીઓ આ અનંત વિમળ સ્વરૂપનું ભાન કરાવી દે છે. પોતાને વિસરી અંધારે અટવાય ગએલ તે પોતાને યાદ કરી. પરમ પ્રકાશમાં જીવતો થઈ જાય છે.
પુલથી ભિન્ન પોતાનું સુક્ષ્મ સ્વરૂપ સુપેઠે કળાવા મંડે તો એના વિચાર, વાણી, વર્તાવ આપોઆપ પલટાય રહે છે. અદશ્યની રુચિ જામતી જાય તેમ તેમ દશ્ય પદાર્થોની રુચિ ઓસરતી જાય છે. જીવ સહેજે અધ્યાત્મયોગી બનવા લાગે છે.
પોતે રૂપી શરીર નથી પણ એમાં વસનારો સનાતનપુરુષ છે, એવું બ્રહ્મજ્ઞાન કાયાના મમત્વને ઓગાળી નાખે છે. પછી કાયા કેવળ એક ઉપકરણ બની જાય છે. મુક્તિનો પુરુષાર્થ ખેડવામાં કાયા અપ્રતિકૂળ થઈને આજ્ઞાંકિત દાસી જેવી બની જાય છે.
ખરું પ્રતિક્રમણ તો એ છે કે પાપ પ્રારંભાતા પહેલા જ પરમવિવેકથી તેમ કરતા અટકી જવું. મૂળપણે પડિક્કમણું ભાડું, પાપ તણું વણ કરવું રે, શીધ્ર સ્વરૂપભાનમાં આવી સમાધિ સાધી, પાપની રતિથી વિરમી જવું – પાપકૃતિથી બચી જવું.
એવું પાપ પુનઃ ન જ કરવાનો સુદઢ સંકલ્પ પ્રગટવો જોઈએ. પાપ કરતા રહેવાની ને પશ્વાતાપ પણ કરતા રહેવાની આદત પડી જાય તો શા કામનું ? એ પશ્વાતાપ સાચો નથી. પુનઃ પાપ કરવાની અભિલાષા જ ભીતરમાં ન બચે ત્યારે મૂળથી શુદ્ધિ કહેવાય.
જે કર્મ થઈ ચૂક્યું તે તો થઈ ચૂક્યું એ હવે અણ થયું થવાનું નથી. પશ્વાતાપનો મૂળ ઉદ્દેશ એવું કરમ પુનઃ ન થાય એવી મક્કમતા અને નિર્મળતા પેદા કરવાનો છે. કથનાશય એ છે કે દોષ પ્રત્યેની અભિરૂચી જ બળી જવા પામે એમ થવું જોઈએ.