________________
૨૮૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
ભા...ઈ? જેઓના હૃદયને વિષે બોધની ઘણી ઉજ્જવળ સ્પષ્ટતા વર્તે છે એવા જ્ઞાનીજનને પણ આત્મસ્વૈર્ય પામવા-ટકાવવા અમિત પુરુષાર્થ ફોરવતા જ રહેવું પડે છે તો... અલ્પજ્ઞ એવા આપણે પુરુષાર્થહીન બનશું એ કેમ ચાલશે ?
પ્રખર પ્રબુદ્ધદશા પ્રાદુર્ભત થયા વિના અનંત રાગ અને અનંત ષથી વિમુક્ત થવાનું સંભવ નથી... માટે... જીવે ગર્વ ગાળી ; જ્ઞાનદશા નિર્મળ કરવા તાતો પુરુષાર્થ ફોરવવાનો છે. સત્સંગ-સર્વાચન આદિમાં ઓતપ્રોત રહેવાનું છે.
પોતે જે પરિસેવેલ છે અને ઘણી સેવી રહ્યો છે એવી વૃત્તિ-પ્રવૃત્તિની અસારતા ભાસીત થવી ઘણી દુર્ઘટ છે. તીક્ષ્ણ વિચારદશા પેદા થાય ને અંતર્મુખ કરીને તત્વખોજમાં ખોવાય શકાય તો જ અસારતાનું પ્રગાઢ જ્ઞાન-ભાન લાધી શકે છે.
ભોગો ઉદાસીનભાવે ભોગવાય જાય અને કર્મ ખરી પડે, તથા નવા ન બંધાય; એવું બનવા, કેવી નિર્લેપ આત્મદશા હોવી ઘટતી હશે ?ભાઈ... આ કોઈ સામાન્ય વાત નથી હોં... ખાધા છતાં ઉપવાસી લેખાય એવી અજીબોગજીબ વાત છે.
જ્ઞાનીજનોના ચારિત્રમાં રહેલ ગહન મર્મ પામવા કેવી ગહનગાઢ ચિંતવના જોઈએ ? જીવ વાત સાંભળી જાય છે પણ કાંઈ શોચતો-વિચારતો નથી! ભરપૂર-ભર્યાભાદર્યા સંસાર મધ્યે પણ મહાપુરુષો જળકમળવત્ યે જીવતા હશે ? એ સમજાય તો તો .....
અહાહા...! આત્માના અખૂટ જ્ઞાનસામર્થ્યનો જેને પરિચય લાધે છે એના જીવનમાં જંગી પરીવર્તન આવી જાય છે. જ્ઞાનપુરુષાર્થ એ જ એનું જીવન બની રહે છે. અજ્ઞાની અબજો વરસો તપ તપીને ય જે આત્મવિશુદ્ધિ ન સાધે એ તેઓ ક્ષણભરમાં સાધે છે.
અહો! જે જે ભોગ-ઉપભોગથી સંસારી જીવો બંધાય છે એથી જ જ્ઞાની ઉલ્ટા અપાર મુક્ત થાય છે. ખર જ જેને મુક્ત થવું છે એને બાંધનાર કોઈ નથી. જાગૃત આત્મદા પાસે કર્મના ઉદયનું કંઈ ચાલતું નથી. દુનિયાનું કોઈ પરિબળ એને બાંધતું નથી.