________________
૨૮૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
પુનઃપુનઃ એ જ પાપ કરવાનું મન પણ રહ્યા કરે તો તો પાપ હાનિરૂપ ભાસ્યું જ નથી ને ? તો પશ્ચાતાપ કેવો ? મારા આત્માને આથી હાનિ પહોંચે છે એવું હૃદયવિદારી જ્ઞાન ન ઉગે ને એ હાનિથી આત્માને છોડાવવાની ઉત્કટ ઝંખના ન પ્રગટે તો પશ્વાતાપ સાચો નથી.
સાચા સાધકમાં જરા ય દુરાગ્રહ હોતો નથી. ખોટી-નાહકની ખેંચાતાણી કરી જ ન શકે એવું પરમ સરળ એનું કેવું હોય છે. સાચી પણ વાત સામો ન જ સ્વીકારે તો પોતાના ઈયે અનુદ્ધગભાવ ધરી. કેવળ કરુણા ચિંતવે છે. ધૃણા નહીં પણ કરુણા'.
-DOS : આત્મિક સુખનો પરિચયવાન અર્થાત પારખુ જીવ ઈન્દ્રિયસુખનો આશક હોય એ સંભવીત જ ક્યાંથી હોય? પશિની નારનો પ્રીતમ કોઈ જંગલની ભીલડીમાં આશિકી ઓછી જ દાખવે ? કદાચ મેઘનું જળ ન મળે તો ય ચાતક પક્ષી બીજું પાણી ન જ પીવે ને ?
સાધનાપથમાં ઈન્દ્રિયસુખની રતિ નિસર્ગત કૃષ્ણપક્ષના ચંદ્રની માફક દૈનંદિન અલ્પ થતી જાય છે. એના આકર્ષણ અહર્નિશ ઓટની માફક ઓસરતા જાય છે. અતીન્દ્રિય સુખનો હજુ અંશતઃ અનુભવ છે પણ એ ય એવો ગહનાનંદકારક છે.
સંગમાં રહેતા રહેતા આ જીવ એવો એમાં લપેટાય ગયો છે કે નિસંગદશાની નિરાળી મસ્તિ એને લગીર ભાનગત નથી. બાપડા જીવને વિભ્રાંતિ છે કે, નિસંગ થાઉ તો હું નિરાધાર થઈ નિરાશ નિરાશ બની રહું... પણ એ એની સરાસર ભ્રમણા છે.
સંયોગ વડે હું સુખી – એના જેવી જીવની જાલિમ ભ્રમણા બીજી કોઈ નથી. પોતે અનંતસુખનો સાગર છે ને આત્મગત રીતે સહજ નિજાનંદ – નિમગ્ન રહી શકે છે, એ પરમતથ્ય એને જરા ય સુહતું કે સમજાતું નથી. એ જ મોટી વિડંબના છે.
જેઓની પાસે ત્રિભુવનના સર્વશ્રેષ્ઠ સંયોગો હતા એ એને પરિહરીને જોગી થઈ ગયા... તો શું સંયોગ વિના રાંક અને દુઃખીત થઈ ગયા ? – કે બહારથી અકીચન હોવા છતાં ભીતરમાં અપરિમેય આત્મવૈભવ પામી પરિકૃતાર્થ થઈ ગયા?