________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૭૯
હે જીવ! ચારગતિના પરિભ્રમણના અમાપ દુઃખો જે જ્ઞાનીકોએ વર્ણવ્યા છે તેનો તું વારંવાર વિચાર કરજે અને ચારગતિના પરિભ્રમણમાંથી ઉગરવા નિરતર ઉત્કંઠીત થજે. પંચમગતિ (મોક્ષ) જેવું પરમ નિર્ભેળ-નિરાળું સુખ ક્યાંય નથી. એ ભૂલીશ નહીં.
ચારગતિના ચક્કરના દુઃખો જેને નજર સમક્ષ રહેતા નથી એની નિર્વાણપથની સાધનામાં ઉષ્મા આવતી નથી. નિર્વાણ નિર્વાણ વદ્યા કરવા છતાં એ ખરેખરો આશક બની શકતો નથી કે અન્યને પણ એ નિર્વાણના સાચા આશક બનાવી શકતો નથી.
ચારગતિના દુઃખો નજર સમક્ષ તરવરતા રાખવાથી સાધનામાં એક અવલકોટીની ભીનાશ આવે છે–નિષ્ઠા આવે છે. બાકી, જિનમાર્ગની વાતો કરે અને ખુદને જિન થવાની કોઈ ઉત્કંઠા ન હોય એ તો નરી આત્મવંચના જ કહેવાય ને ?
સમસ્ત જ્ઞાનીઓનો અંત:કરણનો એક પોકાર કદીયેય ન ભૂલશો કે સુખ આત્મામાં જ છે બહાર ભટકવાથી એ મળશે નહીં. બહારથી સુખ મળતું ભાસે તો ય એ ભ્રાંતિ જ છે. માટે સુખની તલાસ કરવા ભીતરમાં જાવાનું છે – ભીતરમાં કરવાનું છે.
સત્સંગના સ્થાને કુસંગ પ્રાપ્ત હોય – અને સસાહિત્યના સ્થાને જે તે સાહિત્યનું અધ્યયન હોય તો જીવ નિલે ભ્રાંતિમાં પડ્યા વિના રહેતો નથી. સુખ વિષે ભ્રાંતિ થતાં જ જીવ બહાવરો બની બહારમાંથી સુખ મેળવવા ઝાંપા નાંખવા લાગે છે.
હે જીવ...! સત્સાધન અલ્પ અપનાવી શકીશ તો ચાલશે પણ અસતુ ઉપાય તો કદીય અજમાવીશ નહીં. ભ્રાંતિ તોડવા આયાસ અલ્પ થશે તો ચાલશે પણ ભ્રાંતિ વધારે એવો કોઈ કરતાં કોઈ આયાસ કરીશ માં.
ત્વરાથી વિશુદ્ધ આત્મદશા પામવાની જ જેને અનન્ય ઝંખના છે એણે એ હેતુમાં બાધક એવા છાપાં કે મેગેજીનો વાંચવાનું પરહરી દેવું ભલું છે. ટી.વી. વિગેરે જોવાનું પણ છોડી દેવા જેવું છે. ત્વરાથી શુદ્ધાત્મદશા' સાધવી હોય તો...