________________
૨૩૬
સાધનાપથ અને આત્મજ્ઞાન
પ્રભુ! હું અબુધ શું કરી શકું છું? મારી પાસે એવો વિમળબોધ નથી... વસ્તુઓનું જ્ઞાન-વિજ્ઞાન નથી... એવુ કે ગાંભીર્ય નથી... સત્ય-ન્યાય પ્રત્યે એવી નિષ્ઠા નથી. હું તો ભીનાભાવે આજદિનપર્યત મેં અબુધે આચરેલ અપરાધોની ક્ષમા યાચું છું.
માનવીને ખબર ન પડે અને એનાથી ભૂલો થઈ જાય એ ક્ષમ્ય છે. પણ આવો બુદ્ધિશાળી જીવ, સાચી સમજ પામવા પ્રયત્ન ન કરે એ લગીરે ક્ષમ્ય નથી. માનવી અજ્ઞાનમાં જ શાં માટે રહેવા માંગે છે ? એ સમ્યજ્ઞાન ઝળહળાવવા શા માટે પ્રયત્ન કરતો નથી ?
થોડો તો ધ્યાનનો અભ્યાસ કેળવો... ભાઈ જીવનની તંગદીલીઓ અને તબાહીઓથી બચવા ધ્યાન કરો. શાસ્ત્રીય સંગીત કે વાદ્યસંગીતની કેસેટ ધીમા સ્વરે મૂકી થોડા સ્થિર-શત-નિર્વિકલ્પ થવાનો મહાવરો પાડો... એમ એમ કરતાં ધ્યાનનિષ્ઠ થવાશે... થોડો થોડો અભ્યાસ કેળવો.
જે પોતાના દોષ જોતા-જાણતા નથી શીખ્યો એ કદી ઉદ્ધાર પામવાનો નથી. પોતાના યથાર્થ દોષોનું, યથાર્થ જ્ઞાન-ભાન ખીલે નર્ધી ત્યાં સુધી નિર્દોષ થવા યત્નવંત ક્યાંથી થવાય ? દર્પણમાં જેમ ચહેરો હૂબહૂ બતાય એમ જ્ઞાનમાં પોતાની જાત જેવી છે તેવી' બતાવી ઘટે.
કોઈ વ્યક્તિ સાથે આપણાથી ગેરવર્તણુક થઈ હોય તો માત્ર મનોમન એની ક્ષમાપના કરવી એ પર્યાપ્ત નથી. ખૂબ જરૂરી છે કે રૂબરૂ એ વ્યક્તિને મળીને તમે ક્ષમાયાચના કરો ને વ્યક્તિને હળવી બનાવો. ક્ષમાપના ખરી તો રૂબરૂ જઈને જ યાચી શકાય.
ભાઈ ! તું ભૂલીશમાં... જગતમાં જે કાંઈ રૂપો દેખાય છે એ કાંઈ સુંદર નથી. સુંદર તો એ છે જે અંતઃકરણથી સરળ હોય... સુંદર તો એ છે કે જે અંત:કરણથી સંતોષી હોય... સુંદર તો એ છે કે જે અંત:કરણથી સહિષ્ણુ અને ક્ષમાવંત હોય.
સાચું શું છે એની જીવને કાંઈ ગમ નથી તો ય જીવ ફોગટનું ગુમાન કરે છે. સત્યવસ્તુ ઘણી ગહનમાં ગહન છે. ઘણા ગંભીર મનોમંથન પછી એની કાંઈક ભાળ મળી શકે છે. જીવ પાસે એવી સાગરદિલ ગંભીરતા કે એવા મનોમંથન ક્યાં છે?