________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૪૩
બરા આત્મજ્ઞપુરુષને કોઈ વિષયો – આત્મસ્મરણમાં થોડો વિક્ષેપ થવા સિવાય – લાંબુ નુકશાન પહોંચાડી શકતા નથી. બલ્ક એથી એની આત્મવૃત્તિ વધુ સતેજ થાય છે. વળી એ પુરુષો તુટેલી સાધનાનો દોર પુનઃ સાંધી લેવામાં પણ બેમિસાલ નિપુણ હોય છે.
જ્ઞાનીઓ ભૂતકાળને ઝાઝું રોતા ધોતા નથી. પોતાના ઉજમાળ ભાવીનો સંકેત એમને મળી ગયો હોય છે. તેઓ અસ્મલિતપણે ઉન્નતિક્રમમાં આગળ ને આગળ જ વધતા જતાં હોય છે. – પાછા પડવાની તો એમને હવે કલ્પના પણ હોતી નથી.
કોઈ મોટો દોષ તો થવાની સંભાવના પણ નથી; પણ નાનામાં નાના દોષને ય જ્ઞાની ઉપેક્ષનીય સમજતા નથી. આંખમાં કણની માફક એ એમને ખૂંચે છે. જેમને પરિપૂર્ણ નિર્દોષ થવાની ઉત્કટ તાલાવેલી છે એમને લઘુદોષ પણ અસહ્ય બન્યા વિના કેમ રહે ?
જીવ ગુણોને આત્મસાત કરવા અને દોષોને નિર્મળ કરવા નેકદિલથી તલપતો હોવા છતાં ગુણદોષ સંબંધી જે વિરાટ પરખ હોવી જોઈએ – એવી પરખ પામવા જેવી જે સુક્ષ્મપ્રજ્ઞા હોવી જોઈએ – અને - તદર્થ જે તીવ્ર જાગૃતતા હોવી જોઈએ એ વિરલ જીવમાં હોય છે.
જON ભયંકર દુઃખમાં પણ હૃદયમાં પ્રસન્નતા ભરી રખાય – ચિત્ત ભારોભાર સમતાથી ભરપૂર રાખી શકાય – તો સમતાની એ સઘન અનુભૂતિમાંથી સ્વાનુભૂતિ પણ સ્વતઃ પ્રગટી જવાની ખૂબ-ઝાઝેરી સંભાવના ખડી થઈ જાય છે.
નાથ ! મારી કોઈ ગહેરી સમજ નથી... હું મને ખૂબ સમજુ માનું છું પણ એવી અપ્રતિમ સમજદારી મારામાં નથી. જાતભાતના વિકલ્પો કરી માનું છું કે ખૂબ તત્ત્વચિંતન કરું છું. જાતજાતના તરંગો કરતો રહી માનું છું કે ધ્યાન કરૂં છું – આત્મધ્યાન લગાવું છું!
જ્ઞાન નિર્મળ બનાવવા જે ડી વિચારણા અને મનોમંથન ચાલવું જોઈએ તે ચાલતું નથી. ભ્રાંતિ ભેદવા જે અંદરમાં ઉહાપોહ મચવો જોઈએ તે પણ નથી. સત્સંગ અને સદ્વિચારણા પણ એવી રુચિપ્રીતિ-લગનીથી સેવાતા નથી.