________________
૨૭૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
અસંયમના ભાવો જોર કરી જાય તો... ત્યારે સંયમરુચિવંત જીવને અંતરમાં ઘણો ખેદ અને ખીન્નતા ઊપજી આવે છે. એનું અંતર અસંયમની પુનઃ પુનઃ નિંદા કરી રહે છે. એને ઉંચા મને થાય છે કે નિષ્ઠિક સંયમ હું ક્યારે પામીશ?”
અંતઃકરણમાં અસંયમનો ઘણો જ ખેદ હોવા છતાં, હતાશ થઈને સાઘક હામ હારી જતો નથી. પુન: પુનઃ ચિત્તવિશુદ્ધિ સાધવા એ ધરખમ યત્ન કરે છે. એક દિવસ હું અવશ્ય પરિપૂર્ણ નિર્દોષ બની જઈશ' - એવી એને ઉજાસમયી શ્રદ્ધા હોય છે.
સાધક જીવનમાં હજુ બાકભાવો વિદ્યમાન હોવા છતાં, સાધકને જેટલાં જેટલા અંશે આત્માનંદીતા ઊપજેલ છે એટલા અંશે હવે જંપ પણ હોય છે. હવે પોતે નિલે પરિપૂર્ણ નિર્મળદશા પામવાનો છે એવી દઢ-પ્રતીતિથી અપૂર્વ-તોષ પણ હોય છે.
સાધકને મનમાં થાય છે કે, જીવનમાં આવો આત્માનંદ સંવેદવામાં મેં કેટલું મોડું કર્યુ? – હવે પૂર્ણતા પામવામાં હું લવલેશ વિલંબ નહીં કરું. કોઈ બાધભાવો મારાથી સેવાય ન જાઓ. મારી આત્મસાધનામાં હવે કદિ મંદતા કે વિક્ષેપ ન આવો.
સાધક અવસ્થા હજુ અપૂર્ણાવસ્થા છે... એમાં હજુ પરિપૂર્ણ નિર્મળતા નથી. પણ શીધ્રાતિશીવ્ર હુ પરિપૂર્ણ નિર્મળતા વરી જાઉં' એવી સાધકને તલપ લાગી હોય છે. એ તીવ્ર-તલપના કારણે જ સાધક હરહંમેશ ઊંચા મને ને આતુર હૃદયે જીવે છે.
આ સારું આ ખરાબ એવા ભેદ સાધકને બહુ જ મંદ થઈ ગયા હોય છે. લગભગ તો કોઈ પદાર્થ કે કોઈ ભાવમાં એને સારા-નરસાપણાનો અભિપ્રાય થતો નથી. અંદરનું સહજસુખ જ સારું છે – બાકી બહારના તમામ ભાવો કેવળ ઉપેક્ષવા યોગ્ય લાગે છે.
એકમાત્ર સહજસુખ સાધવાની જેને ગહન અભિસા છે એવો સાધક તો સહજસુખમાં જ દિનરાત તલ્લીન રહેવા ચાહતો હોય, કોઈ અન્ય પ્રવૃત્તિમાં પ્રાયઃ એ પ્રવર્તતો નથી. કદાચ કોઈ પ્રવૃત્તિઓમાં પ્રવૃત થવું પડતું હોય તો ય અમનસ્કપણે જ પ્રવર્તે છે.