________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૬૯
જ્ઞાન પ્રભાવ પાથરવા માટે નથી : આત્મભાવ પ્રગાઢ કરવા માટે છે. કોઈની ઉપર છાપ પાડવા જ્ઞાનનો ઉપયોગ કરવાનું સૂઝતું હોય તો... એવી જ્ઞાનવૃદ્ધિ ન થાય તો સારી. સ્વપરના શુદ્ધહિતાર્થે જ જ્ઞાનનો વિનિયોગ કરવો સમુચિત છે.
જઈs લોકો વાહ વાહ પુકારતા હોય છતાં, અંતરથી જે પોતાને એકલો-અસંગ અનુભવી: કીર્તિથી જળકમળવતું અલિપ્ત રહે છે ને સાવ નિષ્કામભાવે જ બોધ આપી જાણે છે – લોકોની તારીફ અંશમાત્ર પણ અંતર અડવા દેતો નથી – તે ખરો સાધુ છે.
જ્ઞાનનું ખરૂં ફળ આત્મરતિ છે. એવી પ્રચૂર-આત્મરતિ કે જગતના તમામ પદાર્થોની રતિ ઓસરી જાય. જ્ઞાનનું ફળ વિરતિ કહેવાય છે. અર્થાત્ જગતના તમામ પદાર્થોની રતિ ઊડી જઈ.., કેવળ સહજાત્મદશામાં જ રતિ જામી રહે. – આ જ્ઞાનનું ફળ છે.
અંતર્મુખ થવાનું ગહને રુચે એ પણ મહાભાગ્યની વાત છે. જે જીવનું બહિર્મુખ વલણ ઘણું વટવા પામેલ છે એવા ભવ્ય જીવને જ અંતરમાં કરવાના ઓરતા થાય છે. આત્માર્થી જીવને તો ક્યારે અંતર્મુખ થાઉં... અંતર્મુખ થાઉં એમ સતત રહ્યા કરે છે.
આત્મા સાધકને તો વૃત્તિ બહિર્મુખી થાય કે ખેદ ખેદ જ રહ્યા કરે છે...થાય છે કે કેમ કરીને શીવ્ર પાછો અંતર્લીન બની જાઉં...અંતર્મુખ ન થવાય ત્યાં સુધી એની વિકળતા મટતી નથી. વધુ ને વધુ પ્રગાઢપણે એ આત્મભાવ પકડવા તડપે છે.
સત્સંગ ન ઉપલબ્ધ હોય ત્યારે આત્માર્થી જીવ સ્વયમ્ ખૂબ સાવધાન રહી સવાંચન – સન્શાસ્ત્રોનું પુનઃ પુનઃ અધ્યયન કરે છે. પ્રગટ સત્સંગ ચાલતો હોય એવા આદરપૂર્વક એ સદ્વાંચન-મનન-ચિંતન ઘણી ગંભીરતાપૂર્વક કરતો રહે છે,
અનાદિના અસંયમી એવા જીવને સંયમને વિશે વિર્ષોલ્લાસ થવો પ્રારંભમાં કઠણ પડે એ સ્વભાવિક છે. પણ સંયમની રુચિ ધીમેધીમે વધારતા જવાથી કાળક્રમે સંયમની સ્વભાવિક રુચિ પેદા થઈ અસંયમનો અનુરાગ ઘટવા લાગે છે.