________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સ્વરૂપસ્થિરતાને જ નિશ્રયદષ્ટિથી ચારિત્ર-ભાવારિત્ર કહેલ છે. એ ચારિત્ર અબાધિત રાખવા બાહ્ય તમામ જંજાળોનો ત્યાગ સંભવે એ વ્યવહારચારિત્ર છે. બાકી સ્વરૂપમાં રમમાણતા જેટલી અવગાઢ થાય એટલી ચારિત્રની વૃદ્ધિ લેખાય છે.
સર્વસંગથી રહિતપણે... સ્વભાવની અનહદ મસ્તિ એકવેળા અનુભવાણી પછી સંગની સ્પૃહા રહેતી જ નથી. સ્વભાવમસ્તિમાંથી એવી અનિર્વચનીય તૃપ્તિ લાવે છે કે સર્વસંગ વ્યર્થ ભાસે છે. એટલું જ નહીં વિક્ષેપ કરનારા ભાસે છે.
જે જગતથી અલિપ્ત નથી થતો એ કદિ આત્મલીન બની શકતો નથી. કાદવમાં જન્મેલ કમળ જેમ કાદવ અને જળથી સુદ્ધાં અલિપ્ત બની જીવે છે, એમ જ્ઞાનીઓ સંસારમાં જન્મેલ હોવા છતાં સંસાર અને વિભાવોથી તમામથી પણ અલિપ્ત બની જીવતા હોય છે.
અનહદ આત્મ-તલ્લીનતા સાધવા અન્ય કોઈના પણ સ્નેહથી ઉદાસીને થઈ જવું ઘટે છે. પરમાત્મા મહાવીર કહે છે કે -સ્નેહરાગ મોટું બંધન છે.” સુખ માટે બીજાની ઓથની જરૂરત રહે તો એ અનંતસુખના સાગર એવા આત્માની અબોધતા સૂચવે છે.
વૃત્તિનું આત્મામાં સમાયને રહેવું એ જ પરમાર્થથી સંયમ અને તપ છે. વૃત્તિને બહાર ક્યાંય ભટકવા જવાનો અવકાશ જ ન રહે એવી પ્રચૂર આત્મલીનતા સાધવી ઘટે છે. આરંભમાં તો સાધકે ઉધમપૂર્વક વૃત્તિને આત્મસ્થ બનાવી રાખવાની છે.
અધ્યાત્મજ્ઞાન યથાર્થ પરિણમ્યું હોય તો આત્મા ફૂલ જેવી હળવાશ અનુભવે છે. કારણકે વૃત્તિ સહજતયા આત્મસ્થ રહેવા લાગે છે. એક ઘરી પ્રશાંતી ચેતનાને ઘેરી વળે છે. હળવાશ ને પ્રશાંતી ન અનુભવાય તો જ્ઞાન યથાર્થ પરિણમેલ નથી.
ઉપાધિ અલ્પ ન થાય તો આત્મવૃત્તિ પરમ એકાકારપણે જામતી નથી. ઉપાધી ઓછી-વત્તિ અસ્થિરતા તો લાવે જ છે. માટે અસ્થિરતા દૂર કરવા ઈચ્છતા આત્માર્થી જીવે, તદ્દન ન જ છોડી શકાય એટલી જ ઉપાધિ રાખી; બાકીની તમામ પરિત્યજવી ધટે છે.