________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૪૯.
સત્સંગ દ્વારા વિશ્વની વસ્તુસ્થિતિ જેમ છે તેમ સ્પષ્ટ જ્ઞાનમાં આવે છે. જોવાની દ્રષ્ટિ જ આખી એથી સંપૂર્ણ બદલાય જાય છે. સત્સંગ દ્વારા જીવમાં ધીરગંભીરપણું આવે છે... યથાર્થ દર્શન - યથાર્થ જ્ઞાન અને યથાર્થ ચારિત્ર ખીલી ઉઠે છે.
આપણું દર્શન કેટલું ભ્રાંત હતું એનું સચોટ ભાન સત્સંગ દ્વારા લાધે છે. એક નવી જ દ્રષ્ટિ ખૂલે છે. સન્શાસ્ત્રો યા સારા પુસ્તકો – જે સ્વભાવ ભણી જવામાં સહયોગી થાય એ – નવી દ્રષ્ટિ ઉઘાડી; એક અર્થમાં જીવનો નવો જન્મ કરનાર બની જાય છે.
આત્માની અનન્ય રૂચી પ્રગટે અને આત્મલીનતા જામવા મંડે તેમતેમ સાધકની ધર્મશ્રદ્ધા સ્વતઃ પ્રગાઢ થવા લાગે છે. પ્રત્યક્ષ સુખનો અનુભવ થતા કોઈને પૂછવા પણ નથી જવું પડતું. બસ સ્વભાવરમણતારૂપ ધર્મ જ એનું જીવન બની જાય છે.
આત્મજ્ઞાન માત્ર આત્માના આધારે જ અર્થાત્ આત્માના જ અવલંબન વડે ઉપલબ્ધ થાય છે બીજા કોઈનું અવલંબન એમાં કામ લાગતું નથી. જ્ઞાન ઘણું હોય તો આત્મજ્ઞાન થાય કે તપ ઘણું હોય તો આત્મજ્ઞાન થાય – ઈત્યાદિ કોઈ પ્રકારે આત્મજ્ઞાન સંભવ નથી.
કાર્ય થવાની એક નિશ્વિત વિધિ હોય છે. એ વિધિનો આદર કર્યા વિના, મનમાની ગમે તે રીતે કોઈ સિદ્ધિ મેળવવા કોશિશ કરે કે પ્રચંડ પ્રયત્નો સુદ્ધાં કરે તો પણ હેતુ સરતો નથી. માટે સાધકે એની વિધિ અનુસાર જ આત્મજ્ઞાન પ્રગટાવવું ઘટે.
વિકલ્પો અર્થાત્ વિચારતરંગો. મારું મૂળ સ્વરૂપ સર્વ વિકલ્પોથી રહિત નિર્વિકલ્પરૂપ છે. વિકલ્પો તો વ્યાધિ છે – એનાથી કોઈ હેતુ સરતો નથી. શુભ વિકલ્પો પણ વ્યાધિ છે. હું નિર્વિકલ્પ સ્વરૂપી શુદ્ધાત્મા છું' એવું અંતર્મુખ બનીને ખૂબખૂબ રટણ કરવું.
જs સાધકને મધ્યમાં શુભભાવો સહજ પ્રગટે – પ્રગટે એની ના નથી – પણ આત્માનું મૂળસ્વરૂપ તમામ શુભાશુભ ભાવોથી પણ નિરાળું છે. એ સ્વરૂપ કેવું અદ્ભુત હશે એ જાણવાની ઉત્કટ જિજ્ઞાસા જન્મવી જોઈએ. અહો, અકલ્પનીય છે સ્વરૂ૫ એ.