________________
૨૫૪
સાધનાપથ અને આત્મજ્ઞાન
કઈ ગતિમાં ને કઈ હાલતમાં જીવે ગુમાન નથી કરેલ ? ગમે તેવી સામાન્ય ને તુચ્છ હાલત હોય તો પણ જીવ ગર્વ ભુલ્યો નથી ! પોતાની હાલતને પ્રાય સૌ જીવો શ્રેષ્ઠ જ માને છે! ઊંડે ઊંડે દરેક માનવી પોતાને સહુથી શ્રેષ્ઠ માનતો હોય છે ! કેવી મિથ્યા માનસંજ્ઞા !?
પ્રમાદ થવા જોગી વેળા થવા આવે ત્યારે આત્માર્થી સાધક પ્રખર તત્ત્વચિંતન જગાવે છે. “જાગ જાગ એમ સંબોધી આત્માને ઢંઢોળે છે. પ્રમાદના પ્રવાહમાં એ ઘણું તણાતા નથી. કદાચ થોડુંઘણું તણાય જવાય તો પણ પાછો પુરુષાર્થ ફોરવી અપ્રમત્તસ્થિતિ સંભાળી લે છે.
સંસારનો મોહ ક્ષીણ કરીને... સ્વરૂપનો અનુરાગ જગાવી ધે તે ધર્મ શ્રેષ્ઠ છે. ભવભ્રમણમાંથી ઉગરવાની ઉત્કટ અભિલાષા જગાવી આપે તે ગુરુ શ્રેષ્ઠ છે. આ બે સાધન સુપેઠે સધાય તો જીવની અનાદિની માઠી હાલત ભાવી અનંતકાળ માટે સુધરી શકે છે.
જીવ પોતાને બાહ્ય પરિસ્થિતિથી દુઃખી માને છે એ મિથ્યા છે. એ પ્રકારે પોતાને દુઃખી માની લેવો સમુચિત નથી. જીવ માને તો દુ:ખ છે અને માને તો દુઃખ નથી. માન્યતા પર ઘણો મદાર છે. એકવાર માન્યતા પલોટાવી જુઓ તો આ તથ્ય સુપેઠે સમજાય જશે.
ખાટી બટાયેલી છાશ પીવે ને શીરશૂલ થાય તો કોનો વાંક ? કર્મનો ? પ્રારબ્ધનો ? કે નીયતીનો ” કે બીજા કોઈનો ? કે પછી જીવની જ નાદાનગીનો ગેરવર્તણુકનો ? આમ દરેક વિષયમાં વસ્તુતઃ દોષ કોનો છે. શા કારણે છે. એ પ્રમાણિકપણે શોધવું ઘટે.
જીવે હંમેશા પોતાનો દોષ તલાસી લેવો જોઈએ. પોતાના જ અજ્ઞાન, મોહ, પ્રમાદાદિ દોષ દુઃખનું કારણ નથી ને? – એ ગજવું જોઈએ, જીવ પ્રાય તો પોતાની અવળી સમજણને કારણે જ ઘણો દુ:ખી રહેતો હોય છે ને દોષારોપણ કર્યાદિક પર કરે છે !
જઈOS દોષ જેના કારણે ઉદ્દભવતો હોય છે કારણ બરાબર સમજ્યા ને નિવાર્યા વિના મૂળમાંથી દોષ નિવૃત ક્યાંથી થઈ જ શકે ? મૂળ કારણ ન મટે તો દોષ વારંવાર ઉદ્દભવ્યા જ કરવાનો છે. પ્રાય એ મૂળકારણ જીવની મિથ્યા-માન્યતા જ હોય છે.