________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૪૧
મને આ નથી ફાવતું. ‘મને આ નથી ફાવતું – એવો મો-પાઠ શરૂ કરે છે ત્યારે માનવી ખૂબ અસહિષ્ણુ બની જાય છે. એ દુઃખને કેઈગણું વધારી મૂકે છે. પ્રતિકાર પીડાને અનેકગણી વધારી મૂકે છે – એથી દુ:ખ વાસ્તવઃ કરતાં અનેકગણું વધી જાય છે.
જીવને બીજા બધા જ નુકશાનોનો સ્પષ્ટ ખ્યાલ આવે છે ને ખટકે પણ છે; પણ અમુલ્ય સમય નિરર્થક વૃત્તિ-પ્રવૃત્તિમાં વહ્યો જાય છે એ નુકશાન ભાસતું પણ નથી, ને હવે કદિ બટકતું પણ નથી – અન્યથા જીવની આવી બિસ્માર હાલત હોય જ નહીંને?
જી... એટલે જ સુખ-દુઃખ બંનેનું મિશ્રણ, ઘણી પરિસ્થિતિ તો માનો તો સુખ છે અને માનો તો એ જ દુઃખ છે. દુઃખ કે સુખ ભાસવાનો ઘણો આધાર માન્યતા ઉપર જ છે. ભાઈ દુઃખ તો સમજો તો સમતા-સમાધિ કેળવવાની મોટી નિશાળ છે.
*
સુખ-દુઃખમાં એકસમાન મનોભાવ ધરી રાખનાર, – અર્થાત દુઃખવેળા જેવી મનોવૃત્તિ હોય એવી જ સુખવેળા – અને – સુખવેળા જેવી મનોવૃત્તિ હોય એવી જ દુ:ખવેળાએ પણ ધરી રાખનાર મહાનુભાવ સાચા અર્થમાં સંત બની જાય છે.
મહાવીરનો માર્ગ કેવળ કષ્ટ સહેવાનો માર્ગ નથી, પરંતુ આત્મરમણતા સાધીને અલૌકિક સુખ-શાંતિસમાધિ પામવાનો એ રાહ છે. ધીરે ધીરે આગળ વધતા પરિપૂર્ણ આત્મરમણતામાં એકતાન થઈ... નિશ્કેવળ નિજાનંદના ભોગવટા કરવાનો એ રાહ છે.
સ્વાધ્યાય-ધ્યાન ઇત્યાદિ વડે ચેતનાનું ભવ્ય ઉધ્વરોહણ સાધતા જેને આવડે છે એવો આત્મા જો એમ કરવાના બદલે પંચેન્દ્રિયના વિષયોમાં હાથે કરીને વ્યસ્ત થતો હોય તો એ સહજસુખ અવગણીને અકારણ ક્લેશને જ નોતરે છે.
આત્મદેવને રહેવાના મહેલ જેવું.... આ દેહરૂપી દેવળ જયારે કાળક્રમે જર્જરીત થાય છે ત્યારે નાનામોટા અગણિત કો-ફ્લેશોનો ગંજ ખડકાય જાય છે. અપરિહાર્ય એવા આ બધા ક્લેશોને-કોને અદીનપણે સહેવા અને રૂડી પ્રસન્નતા બનાવી રાખવી.