________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૩૯
પ્રભુ! હું અને મારા વિરોધી એ બેમાં જે સાચા હોય એને તું જીત આપજે. મારા વિરોધીને પણ સારી રીતે સમજવાની ઉદાર દષ્ટિ તું મને આપજે. અને મને સારી રીતે સમજવાની દૃષ્ટિ તું તેઓને આપજે...સ્વનું અને સર્વનું મંગલ થાઓ એ જ અભ્યર્થના છે.
|
Os જ્ઞાનીઓ તો સિંહનાદથી કહે... ઘણું કહે... પણ જીવના પોતાના જ્ઞાનમાં સાફ નિર્ણય આવવો જોઈએ ને ? જીવનું પોતાનું જ્ઞાન અંદરથી સંમતિનો સૂર પૂરાવે ત્યાં સુધી કામ કેમ બને ? – જીવ એ વિના અનાદિનિબદ્ધ માન્યતાઓ કેમ બદલી શકે ? ભીષણ ભ્રતિ કેમ છેદી શકે ?
લોકો કદર કરશે એવા આશયથી કોઈ સર્જન કરવું વ્યાજબી નથી. સર્જન તો આત્માની મસ્તિમાંથી સહજ ફલીત થવું જોઈએ. પોતાનો અંતરાત્મા ગહન પ્રસન્નતા પામે એ સર્જન શ્રેષ્ઠ છે. પ્રમાણપત્રોના આશયથી કોઈ સર્જન ન થાય એ જ સારું છે.
પ્રભુ ! દુનિયા આખી ભલે ખુશી માંગે વા ગમે તે માંગે, હું તો અંત:કરણનું દર્દ માંગુ છું. એવું ગહન દઈ માંગુ છું કે જેના અનુભવમાં સમગ્ર અસ્તિત્વ એકરૂપ બની જઈ મારી અખીલ અસ્તિ મને સુપેઠે વેદના-સંવેદના મળે.
કણ... માનવીને કોઈ પરમોદાત્ત અભિપ્સા કરતાં ય નથી આવડતું. બહુ ઓછા માનવી એ ગહન રહસ્ય જાણે છે કે માનવી જેવી મહેચ્છાઓ કરે છે – જેવા ખ્વાબો ધરે છે – એવું જ એનું ઉજ્જવળ ભાવી ઘડાય છે... “ભાવ તેવું ભાવી' – એ અફર સત્ય છે.
નાથ ! હું કંઈ માંગતો નથી... શું માંગવાથી મારું પરમ હિત થાય એની પણ મને ખબર નથી. નાથા મારા જીવનની બગડેલી બાજી તું સુધારી આપજે અથવા – મને એવી સન્મતિ આપજે કે એ વડે હું ઉત્કૃષ્ટ સત્પુરુષાર્થ આચરી બગડેલ બાજીને પૂર્ણ સુધારી શકુ.
અહાહા ! જીવનના આરંભકાળના અનેક અનેક રમ્ય-ભવ્ય-દિવ્ય સ્વપ્નો તો ક્યાંય દૂર રહી ગયા... જીવનનો આટલો બધો વિનીપાત માનવીને કેમ કોઠે પડી ચૂક્યો હશે ? ? માનવી એના અસલી સ્વભાવથી કેટલો દૂર દૂર નીકળી ગયો... ?