________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૩૭
જૂદાંજુદાં દૃષ્ટિકોણથી જોતા... સત્યાસત્યનો અંતિમ નિર્ણય અતિ કઠિન છે. કોઈ માની બેસે કે હું સત્યનો અંતિમ તાગ પામેલ છું તો એ સૂંઠના ગાંગડે ગાંધી બની જવા જેવું બાલીશ છે. ખ..રે....૨ સત્યનો અંતિમ તાગ પામવો દુષ્કર છે.
માનવીને ખરી આવશ્યકતા બાહ્ય રૂપ-રંગની નથી; પણ અંતરની સરૂપતાની જ છે. હૃદયની સુરૂપતા હોય તો માનવીના જીવન કેવા સુંદર-સ્તુષ્ટ બની શકે છે. જીવનને સ્વર્ગ સમાન રૂડું ને રળીયામણું તો હૃદયની રૂડપે જ બનાવી શકે છે.
જbs ભાઈ! ખરેખર સાચ-જૂઠનો અંતિમ નિર્ણય સાધવાનું કાર્ય ઘણું કપરું અને અસંભવ જેવું જ છે. સત્ય કે જૂઠ, સર્વ પડખેથી યથાતથ – જેમ છે તેમ જ – સમજાવું મહાદુષ્કર છે. પોતાને જે લાગે એ જ અંતિમ સત્ય માની આગ્રહી થઈ જવું ઉચિત નથી.
મોટા ધુરંધર જ્ઞાનીનું પણ એ ગજું નથી કે હિતકર સત્યનો અંતિમ નિર્ણય એ કરી શકે. અલબત, સત્યને સમજવા પોતે પુરતો પ્રયાસ કરી છૂટ્યા બાદ, નિર્મળજ્ઞાનમાં જે સમુચિત જણાય તે સમાચરવું - પણ એ જ અંતિમ સત્ય છે એવા આગ્રહથી સદાય મુક્ત રહેવું.
ભાઈ ! આ જગતમાં મારી જ વાત સાચી' એ ધારણા પર અગણિત ફ્લેશો અને હિંસાઓ થાય છે. પોતે સામાની જગ્યાએ હોય તો એ જ વાત કેવી રીતે ત્યે એ કોણ ગણે છે? સહુ સમજાણું હોય તો પણ એમાં પોતે ઓળઘોળ ડૂબવાનું છે, બીજાને પરાણે ડૂબાડવાના નથી.
એક શાણી-સલુણી માતા પોતાના શિશુને જે મમતાથી સમજાવે એવી રીતે બીજાને સતપંથ સમજાવવા યત્ન કરવાનો છે. પોતે ગમે તેવો ઉગ્ર સત્યનિષ્ઠ હોય તો પણ બીજા જીવને તો એની ભૂમિકા-યોગ્યતા જોઈને જ સત્ય સમજાવવાનું છે.
આ ગ્રંથની શરૂઆતમાં જ પ્રથમ પાને અમે વાક્ય મુકેલ છે કે.. બધા જ સત્યો સાપેક્ષ હોય છે – એને એવી અપેક્ષાવિશેષથી સમજવા ઘટે. આ ઘણી મહાન વાત છે. ભાઈ કોઈ સત્યને તાણથી કે તોરથી ગ્રહવાનું નથીઃ સાપેક્ષભાવે સમજવાનું છે.