________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૩૪
યોગીશ્વરો પણ ઓનું નિત્ય ધ્યાન કરે છે. એ તમામ અન્ય વિકલ્પોને ભૂલવાના હેતુથી અને મૌન સમાધી જમાવવાના હેતુથી કરે છે. અંદરમાં મૌનની મસ્તિ છવાય જાય પછી તો, જાપ પણ મૂકી, એ જ મસ્તિમાં એકતાન થઈ રહેવાનું છે.
મનુષ્ય ભલા બૂરાની જે કાંઈ ધારણાઓ બાંધી લે છે એ બધી કાંઈ યથાર્થ જ હોય એવું નથી. શક્ય છે કે એ જેને ભલું માનતો હોય એ ભલું ન પણ હોય, ઉલ્ટાનું બૂર પણ હોય અને જેને બૂરૂ માનતો હોય એ બૂરૂ ન પણ હોય; ઉલ્ટાનું એ ભલું પણ હોય.
અમુક વસ્તુ આમ જ થવી જોઈએ' – એવી આગ્રહભરી પક્કડ મિથ્યા છે. જ્ઞાનીઓ એને હિંસાનું મૂળ કહે છે. આગ્રહ મુજબ ન થતાં અનાયાસ ક્રોધનો આવેશ પેદા થાય છે. તમામ વસ્તુ પોતાની મનસુબી મુજબ જ કરવાનો અભિપ્રાય કેવળ જડતા જ છે.
માનવીની મતિ અહંકારગ્રસ્ત બને છે ત્યારે એ તુચ્છ બાબતોમાં પણ તીવ્ર હઠાગ્રહી બની ક્લેશની હોળી સળગાવે છે. પ્રાણ જાય તો ય હું આ પક્કડ નહીં છોડું. એવી આકરી જીદ કરી બેસે છે. જીદ પૂરી ન થાય તો જીવ બાળી બાળીને નાહકના દુર્ગાન કરે છે.
DOS માનવીની મતિ જ્યારે મોહગ્રસ્ત બની જાય છે ત્યારે તુચ્છ પદાર્થ પણ એને મહિમાપૂર્ણ અને કોઈ પણ ભોગે મેળવવા યોગ્ય ભાસવા મંડે છે. જ્યારે એ મોહની આંધી ઓસરે ત્યારે વિચારક જીવને બ્રહ્મજ્ઞાન લાવે છે કે હું કેવો મિથ્યા આવેગમાં તણાયેલ હતો.
ભાઈ અન્ય તુચ્છ પદાર્થો તને મહિમાવંત ભાસે છે પણ તારો મહાન આત્મા મહિમાવંત કેમ ભાસતો નથી ? આત્માના મહિમાથી હયું કેમ ઉભરાતું નથી ? અહાહા... આત્મદેવ જાગૃત થાય તો અનંતગુણ ખીલી નીકળે એમ છે...સર્વ સિદ્ધિઓ સુલભ થઈ જાય એમ છે.
તુચ્છ એવું વિજાતીય પાત્ર પણ મોહના આવેશકાળે પોતા કરતાં ઘણું મહાન ભાસવા મંડે છે. આત્મભાને વિસરાતા પોતાનો મહિમા ભૂલી જીવ બીજાની સ્તવનામાં લાગી જાય છે. પણ... એ પછી વિચારે તો એને પોતાની મોહાંધતા કેવી જાલિમ છે એ સમજાય છે.