________________
૨૩૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાધનાને વૃદ્ધિમંત રાખવા, સમ્યજ્ઞાન... અને સમ્યજ્ઞાનને ઝળહળતું રાખવા એવા જ્ઞાનીજનના સત્સંગની આવશ્યકતા છે. ઉપરાંત સત્સાહિત્યનું ઊંડું વાંચન-મનન-ચિંતન વિ. જરૂરી છે. હું આત્મગત ચિંતન ને બને તો ધ્યાન પણ જરૂરી છે.
પ્રભુ! આજે તો મારી તને એટલી જ પ્રાર્થના છે કે... હું તને હાઈથી પિછાણી શકું એવું પવિત્રહ્રદય તું મને આપ – જે વડે તારી આત્મદશાની અનંતભવ્ય ગરિમાને હું પિછાણું. ખરે જ આજપર્યંત પૂજવા-ભજવા છતાં પરમ અર્થમાં મેં તને લેશ પિછાણેલ નથી.
પ્રભુ ! મારી તને એકની એક અંત:કરણની પ્રાર્થના છે કે... તું મને સાચી પ્રાર્થના કરતા શીખવ. તારી હજારો-લાખો પ્રાર્થનાઓ કરી છે પણ, મને યથાર્થ પ્રાર્થના કરતા જ મુદલ આવડતું નથી. વળી. પ્રાર્થનાભીનું અંત:કરણ કેવું ગુણીયલ હોય એનું પણ પરિજ્ઞાન મને નથી.
પ્રભુ! મને શું જોઈએ છે એ મહત્વનું નથી – પણ – તું મને જે આપવા માંગે છે એ જ મહત્વનું છે. પ્રભુ ! મારી અનુચિત માંગણીઓ તું દરગુજર કરજે – ક્ષમા કરજે. મારી કોઈ માંગણી મુજબ મને આપવાનું ન કરીશ પણ તું જે ઈચ્છે તે આપવાની કૃપા કરજે.
અહાહા! શું મેળવવા આત્મા આ અવની પર અવતર્યો હશે ? એના ઊંડા અંતરમાં શેની પિપાસા હશે? શું સાપડે તો આ જીવ પરિતૃપ્ત પરિતિપ્ત થાય એમ છે? જેને કાંઈ ખબર નથી એવા આ જીવ ઉપર હે પ્રભુ! તું કરુણા કરી...કૃતકૃત્ય થવાનો માર્ગ દેખાડજે.
જીવનરૂપી દે.. એના અમુક અમુક અંગોનો વિકાસ ઘણો – જરૂરત કરતાં ઘણો વધારે – થયેલો છે. – ને – અમુક અમુક અંગોનો વિકાસ – જરૂરત કરતાં ઘણો ઓછો થયેલો છે. પરિણામે બેડોળ બેડોળ બની ચૂકેલ આ જીવનનો સમુદ્ધાર કોણ કરશે ?
મારું આત્મકર્તવ્ય અદા કરવા જ્યારે જ્યારે તત્પર થાવ છું ત્યારે હું વિમાસણમાં મુકાય જાઉં છું... મારૂં ખરૂં કર્તવ્ય શું? – ખરેખર મારે કરવું શું? એ જ સુધબુધ લાધતી નથી. એથી હું કીંકર્તવ્યમૂઢ બની રહું છું. પ્રભુ મને સાચા કર્તવ્યનું પરમભાન આપો.