________________
૨૦૭
સાધનાપથ અને આત્મજ્ઞાન
અનંતકાળથી ભવમાં ભટકતા આપણા જીવનેય અનંતવાર એવા અનંતકરુણાળુ જ્ઞાની પુરુષ મળ્યા છેપણ ક્યારેય આ જીવ યથાર્થતઃ ઓળખી શકેલ જ નથી. એક અર્થમાં, આપણે અનંતવાર સુજ્ઞાની પુરુષની અવગણના જ કરી છે.
જ્ઞાનીના ગહનહાઈ ખૂલે નહીં ત્યાં સુધી તો જીવને જ્ઞાની પણ પોતાના જેવા જ છે એવી ભ્રાંતિ સહજ રહે...જ્ઞાની સાથે એવો અપૂર્વ આત્મિયતાનો નાતો ન બંધાય ત્યાં સુધી પ્રાયઃ જ્ઞાનીના ગહનહાઈ ખુલતા નથી.
એવા સુયોગ્ય જીવ...અર્થાત્ એવી રૂડી પાત્રતાવાન જીવ વિના જ્ઞાનીની આત્મિક વાણી પણ ખુલતી યા ખીલતી નથી...જ્ઞાનીઓ મહધ્યાય: મૌન રહેવાનું જ પસંદ કરે છે. જેની તેની સાથે ધર્મચર્ચા માંડી બેસે એ કાંઈ જ્ઞાનીના લક્ષણ નથી.
સાચા જ્ઞાની મનની અનંતમસ્તી માણનારા હોય. એ મસ્તીમાંથી બહાર આવવું એમના હૃદયને મંજૂર નથી હોતું...એવા સુયોગ્ય જીવની ખાતર મૌન તોડે તોય ત્વરાથી પુનઃ મૌનમસ્તીમાં ડૂબી જવાની જ એમને ઉત્કટ ઝખના રહે છે.
કોઈ જીવ પ્રત્યે અનાદરનો ભાવ જ્ઞાનીને હોતો જ નથી પણ પોતાને હાની થાય અને સામા જીવને કાંઈ લાભ ન થાય એવી ચેષ્ટા જ્ઞાની ઓછા જ કરે ? ન જ કરે ને? જેની તેની સાથેની ચર્ચા ખાતર પોતાની ગહન આત્મમસ્તી તજવાનું મુનાસીબ નથી.
જ્ઞાની કરતાં પણ પોતાને વધુ જાણકાર માનનાર મૂઢજીવો ઘણાં હોય છે. એ જ્ઞાની પાસે કંઈ બોધ લેવા નહીં પણ જ્ઞાનીને બોધ દેવાની મુરાદથી આવે છે. અભિમાન ન મુકનાર જીવ જ્ઞાનીનો અલ્પ પણ લાભ હાંસલ કરી શકતો નથી.
મોટો ધુરંધર વક્તા ય મરીને, ગુન ગુન કરતી માખી પણ બની જાય; મોટો ચક્રવર્તી મરીને કોઈ ખંડેરનું ચામાચિડીયું પણ બની જાય. કોણ ક્યાંથી ક્યાં ફેંકાય ને કેવી કેવી હાલતમાં સંડોવાય જાય એ કંઈ કહેવાય એવું નથી – જીવ શેનું ગુમાન કરે છે ?