________________
૨૧૭
સાધનાપથ અને આત્મજ્ઞાન
જેવું વાવો એવું જ લણવાનું છે. એવું નથી કે તમે આંબો વાવો ને બાવળ ઉગી નીકળે. કુદરતનો કાનૂન અફર છે. જીવ બેહોશીના કારણે – ગાઢ બેહોશીના કારણે એવું માની બેસે છે કે મેં વાવણી તો સ્વર્ગની જ કરી હતી પણ મને નર્ક મળેલ છે. ના..ના.. એવું નથી. વાવો તેવું જ લણો છો.
એક વાતે જીવનું ઠેકાણું નથી...જીવ તોરમાં ને મિથ્યા તાનમાં ગમે તેમ વિચારે છે. ગમે તેમ વદે છેઃ ગમે તેમ વર્તે છે. મોટાભાગે મનુષ્ય આજ ઘણી વિક્ષિપ્તતામાં જીવે છે. પાગલપનની ઘણી માત્રા જીવમાં છે. જીવ તો પોતાને ઘણો પામર સમજી, મિથ્યાવેશથી મુક્ત થાય તો જ સારું છે.
જીવ માનવા તૈયાર નથી કે મારા સુખ-દુઃખ મારા જ પોતાના કારણે છે. – મારી વિચારસરણી અને કરણીના કારણે છે. જીવ આ લગીર માનવા તૈયાર નથી. એ તો ભ્રમથી માને છે કે મને દુઃખ બીજાના કારણે છે – બીજાના એવા વર્તાવના કારણે છે. આ નરદમ જૂઠી ભ્રમણા જ છે.
માણસ મનથી પણ બીજાનું બુરું ચિંતવે તો – બીજાનું તો થાય વા ન થાય– પોતાનું અવશ્ય બુરૂ થાય છે. પોતે માનસિક ક્લેશ તત્કાળ પામે છે. માણસ કટુવાણી વદી મીઠી વાણીની અને નફરત કરી પ્રેમની અપેક્ષા રાખે છે – પણ ભૂલી જાય છે કે વાવ્યું એ જ લણવાનું છે.
માણસ અપેક્ષાઓ તો એવી રાખે છે કે ગગન એના ઉપર નિરતર પુષ્પવર્ષા વરસાવે. કાશ, અપેક્ષાઓથી જ ફળ આવતું હોત તો તો...! પ્રત્યેક માનવી મહાસુખી હોત પ્રત્યેકના જીવન સ્વર્ગ હોત...ભાઈ. જીવનમાં સ્વર્ગ ઉતારવા માટે તો જાતનું પુરેપુરૂ રૂપાંતર કરવું પડે છે.
ભાઈ: દુનિયા તને નર્ક દેખાય છે તો એમાં કાંઈ દુનિયાનો નહીંતારી દષ્ટિનો દોષ છે. દષ્ટિ સુધાર તો દર્શન પણ પલટાય જશે અને આની આ જ દુનિયા તને સ્વર્ગ ભાસશે. અને જગત પ્રત્યેનો દ્વેષ પણ ગાયબ થઈ જશે. દુનિયા રાગ કે દ્વેષ કાંઈ કરવા યોગ્ય નથી.
રાગમાંથી જ ઠેષ જન્મે છે. કામના નિષેધનું એક કારણ એ છે કે એમાંથી હિંસા જન્મે છે. રાગ દ્વેષમાં રૂપાંતર થઈ જાય છે. પ્રેમ છૂણામાં રૂપાંતર થઈ જાય છે. કામમાંથી ક્રોધ ઉત્પન્ન થઈ રહે છે. તેષઅરુચિ-નફરત-ઉપેક્ષા આદિ ભાવો અનુરાગમાંથી જ ઉત્પન્ન થાય છે.