________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૧૬
આવેગના વખતમાં તો આપણને આપણે જ બિલકુલ સાચા લાગીએ છીએ. બીજા પણ સાચા હોઈ શકે. – અપેક્ષાવિશેષથી એમની પણ વાત સાચી હોઈ શકે. આપણે સોએ સો ટકા સાચા જ છીએ એમ પણ માની લેવું એ અવિચારીપણાનું લક્ષણ છે.
જીવ જો શાંતિથી ઠરીને અતીત જીવનના પથ ઉપર દૃષ્ટિ દોડાવે તો પોતાના કેઈ કેટલાય ખ્યાલો અને ખ્વાબો કેવા ભ્રાંત હતા – મિથ્યાવેશથી ભરપુર હતા એ ખ્યાલ આવે. ‘હું કાંઈ જાણતો નથી' – એટલું જ સત્ય જાણવા માટે પારાવાર મનોમંથન કરવું પડે છે.
જીવ ભયંકર હદે તણાવમાં આવી જાય છે એ શું સૂચવે છે ? એ બતાવે છે કે જીવ વિચારો – ખોટા વિચારોના ભીષણ વમળમાં અટવાયો છે. મનમાં પરણે અને મનમાં રાંડે” – એમ જીવ પાર વિનાની ઘડભાંગો મનોમન કરી દુઃખી થાય છે.
જીવ ખોટા ખોટા અનુમાનો પણ પાર વિનાના કરે છે. કોઈપણ વ્યક્તિ વિશે અનુમાનથી અવળીસવની ધારણા બાંધી લેવી ને મનોમન કષાયોની આગમાં જલવું એના કરતાં અણસમજણપણું કબૂલી તરંગરહિત ચિત્તવાળા રહેવું કેટલું સારું છે ?
જON ભાઈ.! કોઈના માટે કોઈ જાતની ધારણા બાંધી ચિત્તને ચિંતિત બનાવીશ નહીં. કારણ કોઈ સાથે ટકરામણમાં ઉતરીશ નહીં. બને તો કારણ હોય તો પણ કોઈ સાથે ટકરામણ કે ટંટા-રિસાદ કરવાનું કરીશ નહીં. એથી ફાયધે નથી, હાની છે.
ભાઈ.! કદાચ સામાની આડોડાઈ જણાય આવે – એની મલીન મુરાદ કળાય આવે, તો પણ તું દિલથી એનું બૂરૂં ચિંતવીશ નહીં. અને આડાની સામે આડોડાઈ કરવા દ્વારા તારી રૂડી ભલમનસાઈ ચૂકી જઈશ નહીં. – નહીતર, આત્મિક રીતે તને જતું નુકશાન પહોંચાડીશ.
કેટલી બધી પાર વિનાની ઉર્જાનો વ્યય માણસો વ્યર્થ વાદવિવાદમાં ને વિગ્રહમાં કરે છે ? કેવા અણમોલ સમય એમાં જ ગુમાવે છે ? – આખર સાર તો કંઈ મેળવતા નથી – શું મેળવે છે ? પોતે ક્લેશ પામે છે ને બીજાને પણ ક્લેશની હોળીમાં નાખે છે.