________________
૨૨૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
માણસ માથે ધૂન સવાર થાય છે પરને સુધારવાની... એમાં સ્વહિતની કારમી ઉપેક્ષા થાય છે. પરક્લ્યાણ ખરાબ નથી પણ, એમાં સ્વહિતની દરકાર ભૂલાય જાય એ ઘણું ઘણું અનિષ્ટ છે. પરોપકારની ધૂનમાં, પોતાની પ્રકૃતિ સુધારવાનું પરમ ઉત્તમ કાર્ય જીવ ધરાર ચૂકી જાય છે !
0
દુનિયા મોટાઈ આપવા મંડે પછી પોતાની પ્રકૃત્તિમાં રહેલ દોષ દેખાવા પણ અસંભવ બની જાય છે. જીવ પોતાને શ્રેષ્ઠ મહાત્મા માની, સર્વથી ચઢીઆતો માનવા માંડે છે. આથી સ્વચારિત્ર્ય સુધારવાની વાત એના દ્રષ્ટિપથમાં જ આવતી નથી... ત્યાં...
હજારો – લાખો – કરોડોને બોધ દેવો એ કાંઈ ખાસ કપરું કામ નથી. પણ એ જ બોધ-પ્રબોધ પોતાના જ જીવનમાં ઉતારવાનું કાર્ય ખૂબ કપરું છે. જીવમાં ઘણી વિનમ્રતા, સરળતા ને સ્વની ખામી-ખરાબી જોવાની રુચી હોય તો જ સ્વજીવનમાં બોધ ઉતારવાનું બને છે.
0
ગમા-અણગમાના ભ્રાંત ખ્યાલો જ આત્માની સહજ-સમાધિના ઘાતક છે. જીવને કશું ગમે-ન ગમે એવું નહીં હોવું જોઈએ. ગમા-અણગમાના ખ્યાલમાંથી જ તીવ્ર માનસિક ક્લેશ-ક્રોધ-હતાશા આદિ ઊપજે છેઃ મન વારંવાર અસ્વસ્થ બની જાય છે.
70T
કેવળ ઉદાસીનભાવે આખા જગતને મૂલવવાની મજા જ કોઈ ઓર છે. એથી ચિત્તપરિણતિ સહજતાથી સ્વભાવમાં સ્થિર રાખી શકાય છે. ચિત્તની ચંચળતા-મલીનતા-ઉદ્વીગ્નતા ગાયબ થઈ જાય છે ને અગણિત વિષાદો-વિખવાદો-વલોપાતોમાંથી ઉગરી જવાય છે.
0
રાગ અને દ્વેષ જ કર્મબંધ કરાવનાર છે. કોઈ વસ્તુ કે સંયોગ રાગ-દ્વેષ ઉપજાવતા નથી પણ આપણી ચિત્તદશા જ રાગ-દ્વેષ ઉપજાવે છે. જેટલા પ્રમાણમાં જીવ રાગ-દ્વેષથી વેગળો રહે એટલા પ્રમાણમાં ચિત્તસ્થિતિ સમત્વયુક્ત બની કર્મો બંધાતા અટકશે.
0
જેટલા જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ મટવાના એટલા પ્રમાણમાં સ્વરૂપલીનતા વધવાની. અને – જેટલા જેટલા પ્રમાણમાં સ્વરૂપલીનતા વધવાની એટલા પ્રમાણમાં રાગ-દ્વેષ પણ ઘટવાના. માટે સમચિત્તવાન બની..., સ્વરૂપલીનતા જેમ બને તેમ વૃદ્ધિગત કરવી.