________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૨૬
વરસપર્યત રૂડીરૂડી વાતો કરવા છતાં જીવ જોવે એવો પરમાર્થસાધનામાં પ્રવણ થતો નથી – એમાં શું કારણ હશે ? સંસારભ્રમણની દારૂણ ભયાનકતા અને ભાસી નહીં હોય ? દુન્યવી સુખોના મૂલ્ય ખૂબ ભાસતા હશે ? જીવની નીયત કે નિયતિ જ ખરાબ હશે ? •
જીવ મુક્તિમાર્ગની સાધના તો વિપુલ પ્રમાણમાં કરે છે પણ, સાધનામાં જે સાતત્ય હોવું ઘટે – સતત ધારા જળવાવી જોઈએ-એના બદલે મધ્ય મધ્યે મંદતા આવી જાય છે. એથી મોહ પાછો જોર મારી જઈ જીવની દશા હતી એવી ને એવી જ કરી નાખે છે.
વારંવાર સાધનાનું સાતત્ય કેમ તુટી જાય છે ? – એ તોડી નાખનારા પરિબળ ક્યા ક્યા છે ? જીવની રુચી ઘડીકવાર વિતરાગ થવાની રહે છે ને ઘડીક પાછી રાગની રુચી જોર મારી જાય છે. જીવે પાયામાં જ પૂર્ણ થવાનું ધ્યેય સુદ્રઢ કર્યું નથી એથી આવું થાય છે.
ભાઈ! સાધનાનું સાતત્ય જળવાવું એ ઘણી મહાન વાત છે. પોતાનું પરમધ્યેય સુદ્રઢપણે નિર્ધારિત કરેલ હોય, એ ધ્યેયપૂર્તિમાં જ મચ્યા રહેવાની ધગશ હોય અને શીઘ પૂર્ણનિર્દોષ થવું હોય.એ જ લગની જામી રહેતી હોય તો સાધના સતત વૃદ્ધિવંત જ રહે.
DOS મનરૂપી દર્પણ સાવ ખાલી થાય તો એમાં અનાયાસ પોતાની સનાતન જાતનું પ્રતિબિંબ ઉપસી આવે... મનના દર્પણને ચોખ્ખો કરવાની અને અન્ય તમામ પ્રતિબિંબોથી મુક્ત બનાવવાની આવશ્યકતા છે. અન્ય જોયોને ભૂલી એક આત્માને જોવાનો છે.
જેવી છે એવી, જાતને આદરપૂર્વક જોવી રહી...એ પાપી હોય કે પુણ્યશાળી હોય... મલીન હોય કે ચોખ્ખી હોય... ઉલ્લાસમય હોય કે ઉદાસ હોય... જેવી પણ હોય એવી પૂર્ણઆદરથી પ્રેક્ષવી રહી. એની સાથે દોસ્તી કરવી રહી – તો જ એને સુધારી, સુંદર બનાવી શકાશે.
સામેથી જગતને જોવા-જાણવા પ્રવૃત થવું એનું નામ જ્ઞાતા-દ્રષ્ટાપણું નથી. જીવે પોતે તો દર્પણવત રહેવાનું છે – ને અનાયાસ જે પ્રતિબિંબ જ્ઞાનમાં ઝળકે એ શુન્યમનસ્કભાવે ઝળકવા દેવાનું છે. જોવા છતાં જોતા નથી ને જાણવા છતા જાણતા નથી એવી નિર્લેપતા'.