________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૨૪
જીવ જો સદેવ સ્વભાવમાં જ જીવવાનો આશક બની જાય તો સદેવ એને સોનાનો સૂરજ ઉગવા મંડે... એના જીવનની એક એક પળ પર મંગલમયી બની જાય. સદેવ થાય છે કે, પરમ તિર્થસ્વરૂપ બની જાય એવું બ્રહ્મનિષ્ઠ સહુનું જીવન બનો...
મૂળ વાત ઈ છે કે, ચોર્યાશીના ચક્કરમાં મારે ભમવું–કારવવું નથી – કોઈપણ ઉપાયે ય ઘોર પરિભ્રમણમાંથી મારે ઉગરવું છે એવી તમન્ના-તાલાવેલી ન જાગે, એવી-ગહન સમજદારી જીવમાં ન ઉગે ત્યાંસુધી સાચી અધ્યાત્મરુચીનો કે એવા અપૂર્વ અધ્યાત્મિક પુરુષાર્થનો પ્રારંભ થતો નથી.
જે પ્રવૃત્તિ કરવાથી પરિભ્રમણ ન મટવા પામે એ કોઈ પ્રવૃત્તિ પરમાર્થથી ધર્મસાધના'નથી. જીવે ખૂબ ખૂબ ગંભીર બની ગવેજવું જોઈએ કે મારી ધર્મક્રિયા બંધાવાનું કારણ તો થતું નથી ને ? ધર્મકિયા કરતા કરતા હું ભીતરથી ભવરુચિ તો મમળાવતો નથી ને ?
ભાઈ! ભવભ્રમણના વર્ણન ન થઈ શકે એવા દુ:ખો ક્યારેય વિસરી જવા યોગ્ય નથી. સતત એ
સ્મરણમાં રહેવા જોઈએ. અહાહા... કેવી માઠી હાલતો અનંતવાર આ જીવે વેઠેલી છે ? સતત થવું જોઈએ કે હવે પુનઃ એવી ભીષણ હાલતમાં પહોંચી જવું નથી,
ધર્મીજીવને ભવભ્રમણ'–નો વિચાર નિરંતર આવવો જોઈએ. એમાંથી ઉગરવાની ઊંડામાં ઊડી અભીપ્સા પ્રગટવી જોઈએ. ધર્મ કાંઈ એક જ જીવન સુધારનાર નથી... એ તો ભાવી અનંતકાળ સુધારી આપનાર છે. જે જીવનું હોનહાર ભલુ હોય એને જ ધર્મનો અનંતગહન મર્મ સમજાય છે.
બરે જજીવ બેહદ બેહોશ રહે છે. ભાવી જન્મોનો એ વિચાર પણ કરતો નથી. ક્યાંથી નીકળી ક્યાં ફેંકાય જવાશે, ને શુંની શું હાલત થઈ જશે એ વિચાર જ મૂઢ જીવ ધ્યાન પર લેતો નથી ! પોતાનું જ ભાવી સુધારવા જોગી યોગ્યતા ખીલવવાની ખેવના પણ એને નથી !
હે મૂઢ જીવ! બેભાનપણામાં બહુ બહુ કાળ વીતાવ્યો – હવે તો તું હોશમાં આવ... વિચાર કે, હું કોણ છું ? શા હેતુથી આ અવતાર ગ્રહેલ છે ? જીવનનો હેતુ શો છે ? જીવનનો પરમહેતુ મને કેમ લક્ષમાં આવતો નથી ? અનંતદુર્લભ તક હું કેમ ચૂકી જાવ છું? શું થશે મારૂં?,