________________
૨૨૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
જીવ પૂર્વગ્રહ અર્થાત્ પૂર્વની ગ્રહેલી માન્યતા કે આ સુંદર છે વા ખરાબ છે, એ છોડી દઈ; સ્વસ્થષ્ટિથી તલાસે કે વિષયો આખર કેટલા સુખદ છે – કેટલો કંટાળો ઊપજાવનાર છે...તૃપ્તિ આપનાર છે કે તૃષ્ણા વધારનાર - બહેકાવનાર છે...તો એનાં દર્શન બદલાય રહે.
જીવનમાં કેટકેટલુંય મેળવવા-ભોગવવા છતાં આજ જો મન એવું ને એવું જ અતૃપ્ત છે – તો એ સૂચવે છે કે, તૃપ્તિ પામવાનો આ રાહ નથીઆ રાહ તો ભરમાવનારો અને ઉલ્ટાનો મંઝીલથી દૂર દૂર લઈ જઈ ભટકાવી દેનારો છે – એને રાહ જ શું કહીએ ?
સાચો જિતેન્દ્રિય એ જ થઈ શકે છે જે દેહથી પોતાને બિલકુલ પૃથફ જાણે-માને છે. દેહને માત્ર વસ્ત્રના જેવું એક ઉપકરણ માને છે...સાઘન માને છે. દેહ-ઈન્દ્રિય-મન ઇત્યાદિથી પોતાની ભિન્ન અસ્તિ મહેસુસ કરે છે અને અસ્તિની મસ્તિમાં રાતદિન ચકચૂર રહે છે.
દાન આદિ પ્રવૃતિ કરી મોટાભાગે તો આપણે કીર્તિ જ ખરીદવા મથીએ છીએ. અંદરથી પોલા છીએ ને પ્રશસ્તિપત્રોથી ભરાવા માંગીએ છીએ ! હાથી કાગળનો ડૂચો ખાઈ પેટ ભરવા માંગે એ જેવું બેહુદુ કાર્ય છે એવું જ બેહુદુ પ્રશસ્તિ વડે અંદરનો ખાલીપો પૂરવાનું કાર્ય છે.
આત્મદેવ પ્રમાણપત્ર આપતા નથી ને જગતના ખોખલા પ્રમાણપત્રોથી અંતરંગનો ખાલીપો ભરવો છે? ભાઈ અબજ અવતાર કરીશ તો ય એમ તારો ખાલીપો ભરાનાર નથી. એ તો આત્મભાન જાગશે – પોતાના પૂર્ણ સ્વરૂપનું ભાન જાગશે – ત્યારે જ રિક્તતા દૂર થશે.
સંગુપ્ત કીર્તિની જ કામનામાંથી ઊપજેલ કરુણાને ઘણા વાસ્તવિક કરુણા માની બેસે છે ! મન એવું વિચિત્ર છે કે પોતાની ભૂખ પોષવા એ ધર્મરાજાના પાઠમાં ય આવી જાય છે. અવનવા અગણિત પ્રકારના ખેલ ભજવે છે. પણ અચેતન મનમાં આશય માનેષણા પોષવાનો હોય છે.
લોભી અને પરિગ્રહી પ્રકૃતિ ધરાવનાર આપણે જ્ઞાનનો પણ ગાંડા બનીને સંચય કરવા મંડીએ છીએ? સંચીત જ્ઞાનવડે ભીતરની ભગવદશા ખીલવવા બિલકુલ યત્ન કરતા નથી ! મૂળ ધ્યેય આત્મોત્થાનનું હતું કે જ્ઞાની તરીકે પંકાવા-પૂજાવાનું એ સ્વપ્નમાંય ગવેષતા નથી.
PASS,
AS PAY CENTERS US