________________
૨૧૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
-
મુર્શીતભાવે જેનો પશ્ચાતાપ કરીએ છીએ એ કાર્ય શું આપણને ખરેખર અંતરથી ભૂંડું લાગેલ છે ખરૂં કે રૂડું લાગે છે ? – તો ભૂલ મટશે કેમ કરી ? આ જ જીવનું મિથ્યાત્વ છે કે કુડું એને રૂડું લાગે છે... “પરમાં સુખ છે' એવી ભ્રાંતિ નિર્મળ થાય તો જ ભૂલ મટે ને ?
શાસ્ત્રકારોએ મિથ્યાત્વને સૌથી મોટું પાપસ્થાનક કહેલ છે. – એને બધા પાપનો બાપ કહેલ છે. – કારણ કે, અનંતકાળથી ધર્મક્રિયાઓ કરવા છતાં, ભ્રાંતિ છેદાય નહીં ત્યાં સુધી ભૂલ મટવાની નથી. – સદ્ગુરુ મળે તો જ જીવની અનાદિ ભૂલ મટવા અવકાશ થાય.
05 ભાઈ. ખરે જ ભ્રાંતિઓ સમાન કોઈ વ્યાધિ નથી. આ માનસિક રોગ જીવને ખૂબ ખૂબ હાની કરનાર છે – પીડા આપનાર છે – પરમ તક ચૂકવી દેનાર છે. ભ્રાંતિવાન જીવ ખરે જ પારાવાર દુઃખ અને દુર્ગતિ પામે છે. ભ્રાંતિ જનમોજનમ બગાડનાર છે.
ભ્રાંતિ નિવારવાનો સુગમ ઉપાય એ છે કે હું કાંઈ જાણતો નથી' એવો ખ્યાલ રાખવો. જ્ઞાન સ્પષ્ટ પ્રકાશ ન આપે ત્યાં સુધી ખોટા ખ્યાલ ઉપર રાચવું નહીં. જ્ઞાન વધુ ને વધુ સ્વચ્છ ન થાય ત્યાં સુધી કોઈ પ્રવૃતિ કરવા તો પ્રેરાઈ જવું જ નહીં.
જીવ ખરેખર યથાતથ્ય કાંઈ જાણતો નથી. ઉછીના જ્ઞાન ઉપર જ એ ઉછાળા મારે છે. અને જ્ઞાન તો હંમેશા સાપેક્ષ હોય છે...એને અંતિમ સત્ય માની કાંઈ પણ કરવા કટિબદ્ધ થઈ જવું હિતાવહ નથી. - પણ પ્રથમ જ્ઞાન બને એટલું સ્વચ્છ બનાવવું ઘટે.
ભાઈ, નયવાદ અતિદુર્ગમ હોય છે. અર્થાત્ સત્ય અમુક દષ્ટિકોણથી જ સારું હોય છે. કઈ વાત, કઈ અપેક્ષાવિશેષથી કહેવામાં આવી હોય છે ને જીવ એ વાતને કેવી રીતે વળગતો હોય છે એ એક કોયડો છે. નિરાગ્રહી રહેવું. હું જાણતો નથી' એમ સદેવ ખ્યાલમાં રાખવું.
આવેગમાં આપણું જ્ઞાન જુદું જ કામ કરતું હોય છે. એવું જ્ઞાન મુક્ત થવામાં મદદરૂપ થવાના બદલે બંધન વધારનારૂં બની જતું હોય છે. આ સત્ય જ છેહું જે વિચારું છું તે સત્ય જ છે – એવો અંતરમાંથી રણકો ન આવે ત્યાં સુધી બિલકુલ નિરાગ્રહી રહેવું. નિષ્ક્રિય રહેવું.