________________
૨૦૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
આત્મોત્થાનની ગાઢ વેદના જાગશે તો જ જીવ વાતેવાતે નિજહિતની દરકાર કરતો થઈ શકશે. અને એવી વેદનાથી ઘેરાશે તો જ એની બેહોશી તુટવાની છે. આવી આત્મોત્થાનની ગાઢ વેદના પ્રજ્જવલીત થયા વિના અધ્યાત્મની શરૂઆત સાચી નથી.
અધ્યાત્મની યાત્રા એ કોઈ મુફલિસ મદારીના ખેલ નથી. કેવી પૂર્વ તૈયારી જોઈએ ત્યારે એ યાત્રાનો ખરો પ્રારંભ થાય છે ? આગળ આગળની યાત્રા પણ સહેલી નથી. જીવ તો જાણે બાળકના ખેલ હોય એમ વર્તે છે.
અહાહા..! આત્મકલ્યાણની કેવી પરમ અવગાઢ લગની લાગી હશે ત્યારે રાજા-મહારાજાઓ અને ચક્રવર્તી જેવા હજારો સ્વરૂપવતી સ્ત્રીઓને ત્યજી અને અમાપ એશ્વર્યને પણ કૂચા માફક ત્યજી દઈ ફકીરી લઈ આત્મમગ્ન બન્યા હશે ?
છોડવાની વાત તો પછીની છે – પણ જેઓ મૂછ અર્થાતું ગાઢ આસક્તિ છોડવા પણ તજવીજ કરતા નથી અને મોક્ષ મેળવવાની મંછા રાખે છે એવા મોહમૂઢ જીવો અપથ્ય ખાઈ ખાઈને બીમારી મટાડવાની મુરાદ રાખે છે !
તીર્થકર કે ચક્રવર્તી જેવાઓએ જે ઉકરડાની માફક ત્યજી દીધું એ જીવને ખૂબ ખૂબ જોઈએ છે, અને વીતરાગના માર્ગે ચાલવાનો અભિનય પણ કરવો છે? ખરે જ આ જીવ બફમમાં જય જય બોલે છે પણ વીતરાગને લવલેશ ઓળખતો નથી.
જીવની જાલિમ મૂઢતા સાચા સદ્દગુરુના ઘણા સમાગમ વિના ભેદાવી શક્ય નથી. સદ્દગુરુની વાણી જીવમાં પ્રખર મનોમંથન જગાવે છે – જીવ ગહેરાઈથી વિચારતો થઈ જાય છે. એથી કમેક્રમે એની મૂઢતા અપાર છેડાતી છે દાતી ક્ષીણ થાય છે.
જીવમાં પા..રા..વા..૨ મનોમંથન જામે ત્યારે એને મોહની મહાભયંકર હાનીકારકતા સમજણગોચર થવા લાગે છે. એ ખીલેલી સમજણ, અંતરના ઊંડામાં ઊંડા તળ સુધી પહોંચે ત્યારે જીવ મોહના પક્ષમાંથી ખસીને મહાવીરના પક્ષમાં આવે છે.