________________
૨૦૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
પ્રેમીને એના પ્રેમીનો એક નાનકડો પત્ર આવે ત્યાં એ કેવી પ્રગાઢ પ્રેમની લાગણી અનુભવે એ ખ્યાલ છે ? એકનો એક પત્ર વારંવાર વાંચે તોય ધરવ ન થાય...એમ આત્મોત્થાનના કામી જીવને જ્ઞાનીના એકએક વચનની કિંમત પ્રેમપત્ર કરતાંય વધુ ભાસે.
70
જ્ઞાનીના એકએક વચન જીવનમાં ઉજળી ક્રાંતિ લાવવા સમર્થ હોય છે. એના ઉપર જેટલું ચિંતનમનન-નિદિધ્યાસન થાય એટલું એમાંથી ઊંડાણ મળી આવે. જીવ પોતે એના ઉપર આંતર-શ્રમ કરે નહીં તો એવા ગહનલાભ એ ખાટી શકે નહીં.
0
ઉપરટપકે જ નજર ફેરવી જવાની ઘણાંને આદત હોય છે. એને જ્ઞાની વચનમાં સમાયેલ અનુભવનું અગાધ ઊંડાણ પરિજ્ઞાત થતું નથી. બાકી એકએક વચનો ચારિત્ર્યઘડતરની ચાવી જેવા હોય છે: જીવનું ભવ્ય ચારિત્રનિર્માણ કરવા સમર્થ હોય છે.
ON
જે આખાને આખા પલટાય જવા અર્થાત્ પોતાની સમગ્ર જાતનું આમૂલ રૂપાંતરણ કરવા હોંશીલા નથી એના માટે જ્ઞાનીના વચનો ખાસ કામના નથી. માત્ર વાહ્ વાહૂ પૂકારે એટલા માત્રથી જ્ઞાનીના વચનોનું મૂલ્ય સમજાય ગયું હોય એમ નથી.
--05
જ્ઞાનીના કથનાશયને અર્થાત્ કથનમાં રહેલા ગંભીર આશયને જે જીવ રૂડીપેરે સમજે છે એ તો જ્ઞાનીનો દીવાનો બન્યા વિના રહેતો નથી. એ પણ અલ્પકાળમાં જ્ઞાની જેવો બની ગયા વિના રહે નહીં. જ્ઞાનીના કથનમાં ખરે જ ઘણો મર્મ ભરેલો હોય છે.
7-0
જ્ઞાની અંતરંગથી કેવા અમિતસત્વવાન હોય છે અને એમનો અંતરંગ પુરુષાર્થ કેવો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોય છે, એ જો કે જણાવું અગમ્ય જેવું જ હોય છે તો પણ જ્ઞાની પ્રત્યે એવા અનન્ય પ્રીતિવંત શિષ્યને એની ઓછીવત્તી ઝલક અવશ્ય મળે છે.
આત્મહિતની અદમ્ય તમન્ના-તાલાવેલી વિના જીવ એવા પરમતારક પુરુષને ઓળખી શકતો નથી. જ્ઞાનીના વચનનું યથાર્થ મૂલ્ય પણ ભાસતું નથી. જીવ પોતાના જ પરમહિત પ્રત્યે એટલો અસીમ બેદરકાર છે કે મંત્ર જેવા મહામૂલા વચનોય સમજાતા નથી.