________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૨૦૨
યુદ્ધ કરવા જતાં નાદાન મન એની સમસ્ત તાકાતથી સામું થાય છે...આથી કાચોપોચો સાધક ઉલ્ટો મુંઝવણમાં મૂકાય જાય છે...આથી જ અમે ઉપેક્ષાનો રાહ સૂચવીએ છીએ, એવી ઉપેક્ષા મનને ભારે પડી જશે...એણે અનિવાર્યપણે થોડાકાળમાં જ શાંત થઈ જવું પડશે.
તમે એ તથ્ય ન ભૂલો કે મનને ચઢાવનાર અને છુટ્ટો દોર આપનાર તો તમે જ છો. ખેર, આખર તમે માલિક છો ને મન સેવક છે. સેવક બેફામ ક્યાં સુધી વર્તી શકે – માલિક બેદરકાર રહે ત્યાં સુધી. માલિક જાગરૂક બને તો સેવકનું ડીંડવાણું કેટલું ચાલે ? જરાય નહીં.
ભાઈ ! પરમ પ્રયોજનની સાધના પરમ એકાકારપણે સાધવી હોય તો કામવિજય કેળવવો જ રહ્યો. – અલબત ધીમે ધીમે. કામ જીવને ચંચળ અને વ્યગ્ર બનાવી દે છે. એથી પરમ પ્રયોજન સાધવા જોગી એકલીનતા અને સ્વસ્થતા જળવાતી નથી.
અગણિત અગણિત મહાપુરૂષોએ પૂર્ણતઃ કામવિજય સાધેલ છે. સામાન્ય માનવ માટે એ એટલો જરૂરી ન પણ હોય – પરંતુ – અંતર્મજ્ઞો ખીલવીને, જેને પરમોત્કૃષ્ટ પ્રયોજન સાધવું છે એણે તો કામઉર્જાનો અપવ્યય કરવો ઘટે નહીં.
કે સાધક ! તારું પરમભવ્ય સાધીતવ્ય શું છે એ તું હરહંમેશ સ્મરતો રહેજે...તારા કોઈ એવા મહાન પ્રયોજનને વિસારીને અન્યત્ર રતી મતી-પ્રીતિ તું કરીશ નહીં. બસ, પ્રયોજનની શીઘ સિદ્ધિ કેમ થાય – એ અર્થે જ યત્નવંત રહેજે.
પર ઉત્કૃષ્ટ આત્મોત્થાન કાજે એવી ઘગશ અને ધ્યેયનિષ્ઠા જગાવ કે અન્ય ક્ષુદ્ર ઝંખનાઓ ઉઠવાનો પણ અવકાશ ન રહે, ભાઈ સુદ્ર ઝંખનાઓમાં બળ્યું છે શું ? તારે “કૃતકૃત્ય' થવું હોય તો દ્ર કામનાઓનું બલીદાન દેવા તત્પર થઈ જા.
સાચા સાધકને તો કાળજે ઘા વાગ્યા જેવું લાગે – એને નિરતર થાય કે અહાહા..મહાન આત્મોત્થાન સાધવાના અવસરમાં મેં આત્માનું જ વિસ્મરણ કર્યું. અંદરથી એના પ્રાણનો પોકાર હોય કે, હવે તો બીજી તમામ કડાકૂટ મૂકીને આત્મોત્થાનમાં એકતાન બનું.