________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
રાગ-અનુરાગની સન્મુખતા જીવ નહીં ત્યજે તો એ વીતરાગી સ્વભાવની સન્મુખ કદીપણ થઈ શકવાનો નથી. આખા જગતથી ઉદાસ થવું ઘટે. એક આત્મા સિવાય સંસારના તમામે તમામ ભાવોથી વિરક્તતા ઊપજે તો જ પ્રગાઢ-આત્માનુરાગ જામી શકે.
અનાદિનિબદ્ધ રાગરસના સંસ્કારોથી ઉગરવું હોય – વીતરાગતા કેળવવી – મેળવવી – હોય તો જીવે પ્રતિપળ જાગરૂક રહેવું ઘટે. - કારણ કે, જીવ જરાક ગાફેલ થાય તો તરત જ પરાપૂર્વના સંસ્કારો જોર મારી રાગરસ ઘૂંટાવી દે છે... પળેપળની પરમજાગૃતિ એ જ તરણોપાય છે.
આંતરશુદ્ધિકરણની સાધના પ્રક્રિયામાં...ક્યારેક ભીતરમાંથી એવા પ્રબળ રાગો સપાટી પર આવે છે કે સાધક સાવધાન ન હોય તો એની આંધીમાં ઘસડાય જાય છે. માટે આત્મસાધનાના આરંભથી જ વિશ્વના તમામ ભાવો પ્રતિ પ્રગાઢ ઉદાસીનતા આવશ્યક છે.
જ્ઞાનીઓ કહે છે કે રાગ એ આકુળતા છે...આપણને એ આકુળતા કેમ જણાતી નથી ? કારણ કે નિરાકુળ આત્મદશા કેવી નિરૂપમ કોટીની હોય એનો આપણને લગીરેય તાગ મળ્યો નથી. બાકી રાગ તો નિજૅઆકુળતા છે–સંતાપ છે–એમાં બેમત નથી.
સાધકને શરૂઆતમાં કેટલાક શુભરાગ હોય છે પણ જેમ જેમ એ વીતરાગ સ્વભાવ જાણતો – માણતો થાય છે તેમ તેમ ધીમે ધીમે એ રાગ પણ ઓસરતા જાય છે–કારણ, રાગમાં રહેલી આકુળતા એને પ્રતિભાસીત થાય છે – પ્રતીત થાય છે.
વીતરાગી શાંતિનો અનુભવ કર્યા પછી મુમુલુના દીદાર ફરી જાય છે. એની મુમુહુતા સ્વભાવિક થઈ જાય છે... અહાહા.. આ વીતરાગી શાંતિના સાગરમાં આખોને આખો હું સમાઈ જાઉં અનંતકાલ પર્યતા એવી એની આત્મીય અભીપ્સા જાગી ઉઠે છે.
હેરાવો...સ્વરૂપમાં ડૂબી...સ્વભાવમાં ઠરીને રાગરહિત એવી થનગાઢ પ્રશાંતિનો અનુભવ કરો. તમારી આત્મદશા આમૂલ રૂપાંતરીત થઈ જશે. વીતરાગી-શાંતિ રૂચ્યા પછી એ સિવાય ત્રણભુવનમાં બીજું કાંઈ પણ રૂચશે નહીં. ઝાઝું શું કહેવું ?