________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૫૧
રાંગનો રસ બહુ જ ખતરનાક વસ્તુ છે...જીવને એ સ્વભાવ સન્મુખ થવા જ દેતો નથીઃ સ્વભાવથી પરમુખ– બહિર્ભાવોમાં જ વ્યસ્ત રાખે છે. આ જીવનું એ ઘણું ભેગું કરનાર છે. વીતરાગતાની પ્રગાઢ રુચિ પેદા થાય તો જ રાગરસ મંદ પડતો પડતો ક્ષીણ થવા પામે.
વિતરાગી શાંતિનો જેને આસ્વાદ મળી ચૂકેલ છે – એને તો રાગ કેવળ આકુળતારૂપ અને અવરોધરૂપ જ ભારે છે. અનંત આત્મસમાધિમાં લીન થવામાં અન્ય પદાર્થનો રાગ જ મહાબાધા છે. બાહ્ય વસ્તુનો રાગ ધ્યાનને ભીતર બાજું વળવા દેતો નથી.
જ્ઞાનીઓએ તો રાગને આગ કહેલ છે...રાગ એમને બાળી નાખનાર ભાસે છે... વીતરાગી પ્રશાંતિનો ઘણો અનુભવ હોય એથી રાગ – અલ્ય પણ રાગ – કેવળ બાળનાર – દઝાડનાર ભાસે છે. નિર્વાણપથની સાધનામાં ચેતવા જેવું હોય તો તે રાગથી છે.
જેને કાંઈક રાગ છે એને કાંઈક દ્વેષ પણ હોવાનો જ. રાગ અને દ્વેષ એક જ સિક્કાની બે બાજું છે. રાગ-દ્વેષથી પર થયા વિના મુક્તિ ત્રણકાળમાં સંભવીત નથી. અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ છે અને રાગ-દ્વેષના કારણે જ ઘોર સંસાર છે.
રાગ-દ્રષ-અજ્ઞાનને ઘટાડવામાં સહાયક થાય એવા જ ગુરુ સાચા અર્થમાં સદ્દગુરુ છે. અને એવા જ શાસ્ત્ર અધ્યાત્મ જગતમાં સતુશાસ્ત્ર છે. જે જે પ્રકારે રાગ-દ્વેષનો ઘટાડો કે ક્ષય થાય તે જ સમ્યફવિધિ છે...આથી સાધકે જ્યાં ત્યાં ક્યાંય ભૂલા પડવા જેવું નથી.
રાગની આગ પશમાવવાના બદલે એ આગમાં ઉલ્લું પેટ્રોલ નાખનારા ગુરુઓ પણ જગતમાં છે. – એવા સાહિત્યો પણ પાર વિનાના છે. વીતરાગી ગુરુ મળવા ખરે જ ખૂબ ખૂબ દોહ્યલા છે. સાચો વીતરાગી સંત જેને મળે એનો જ બેડો પાર થાય છે – બાકી તો...
સાચા ગુરુ સમભાવમાં કરેલા હોય છે. એમના ચિત્તમાં રાગ-દ્વેષની ઉથલપાથલ હોતી નથી. ન તો કોઈ પદાર્થ એમના રાગનું કારણ હોય છે કે ન શ્રેષનું. જગતના તમામ જીવો અને તમામ પદાર્થો પરત્વે એમને કેવળ સમદષ્ટિ હોય છે. એવા ગુરુ ખોજવા પડે.