________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૯૫.
હિત વા હાનીનું હાડોહોડ ભાન થાય તો આચરણમાં પણ ‘ક્રાંતિ’ આવ્યા વિના રહે નહીં. જો આચરણ મંદ હોય તો જાણવું કે સમજણ હજી અવિકસિત છેઃ સમજણના મૂળ જોઈએ એવા ઊંડા ગયા નથી એમ સમજવું ઘટે.
દુન્યવી અપેક્ષાએ જીવ સુખી હોય કે દુ:ખી હોય એ મહત્વનું નથી. પણ કોઈપણ હાલતમાં એ સુખદુઃખથી પર બની સમત્વમાં કેટલો ટકી રહે છે ને દીન-હીન થતો નથી – આત્મગૌરવ કેવું જાળવી રહે છે – એ મહત્વનું છે.
હાલતજન્ય હર્ષ-ખેદ જેને થતાં નથી; હાલતથી જે પાર ઉઠી ગયો છે, પલટાતી હરહાલતમાં પણ જે એકસમાન વૃત્તિ ધારી રહે છે, એ ગૃહસ્થ હોય તો પણ સંત છે. – સત્સંગ કરવા લાયક છે. મહા પુણ્યોદયે એવો સમાગમ સાંપડે છે.
વાતો કરવી સહેલી છે પણ હરહાલતમાં ખુશ રહી શકવું ઘણું કઠીન છે. સંયોગો સાનુકૂળ હોય ત્યારે તો બેધડક એવી વાતો કરી શકાય છે. પણ સંયોગો પલટાય અને ખરેખરી કસોટીની વેળા આવે ત્યારે સમભાવ ધારી રાખવો કઠીન છે.
સંસારમાં સઘળી વાતે સાનુકૂળતા હોય ત્યારે તો જીવને વૈરાગ્યની વાતો પણ ગમતી નથીઃ સંસાર મીઠો મધ જેવો લાગે છે. જ્યારે એવા રોગ-શોક આવે ત્યારે જ જીવને સંસારની ખરી અસારતાનું ભાન થાય છે.
DS
અથાગ પરિશ્રમથી જીવે પોતાની સલામતી માટે કે સુવિધા માટે કોઈ શાશ્વત વ્યવસ્થા કરવા તડપે છે. પોતે જ શાશ્વત નથી રહેવાનો – ચાલ્યો જવાનો છે – એ વાત પણ ભૂલી જાય છે ને કેવો મત્તઉન્મત્ત-પ્રમત્ત બની જાય છે !?
જરુર સંસારનું વાસ્તવિક વહરૂં સ્વરૂપ જ્યારે આંખ સામે આવે છે ત્યારે જીવ પારાવાર પસ્તાય છે કે આ જીવન તો દુઃખમય સંસારથી પાર ઉતરવાનો ઉત્કૃષ્ટ પુરૂષાર્થ સાધવા માટે હતું તે મેં કેવું વ્યર્થ વેડફી નાખ્યું..