________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૫૮
જીવનમાં એકલો પ્રેમ પણ નથી ચાલતો અને બેહદ એકલો કર્તવ્ય બોજ પણ નથી ચાલતો. – સ્વસ્થ રહેવા માનવીએ દરેક બાબતનું પ્રમાણ સંતુલન સાધવું જોઈએ. પુરુષાર્થની સાથોસાથ વિશ્રામનું પણ સમ્યફ સંતુલન રાખવું ઘટે.
સપણે જે કાંઈ થાય તેની ઝાઝેરી કિંમત છે. વૃત્તિ-પ્રવૃત્તિ તમામમાં જ્યાં સુધી સમ્યક્તા ન આવે
ત્યાં સુધી યથાયોગ્ય આત્મહિત સધાતું નથી. આ સમ્યક્તા જીવે જાતે જ આંતર અવલોકન કરીને નિર્મીત કરવાની છે.
ક્યારે, કેવો, કેટલો, ક્યો પુરુષાર્થ અને ક્યારે, કેવો, કેટલો વિશ્રામ એનું પ્રમાણભાન હોય તો સાધનામાં સહજતા રહે – હયાની હળવાશ રહે – સાધના પ્રતિ અરુચિ કદિય ઉત્પન્ન થાય નહીં. સાધકે ખાસ આ વિવેક વર્તવો ઘટે છે.
કૃત્રિમ જોર મારી સાધના કરવાની નથી. હયાની સહજ રુચિ પ્રગટાવી સાધના સાધવાની છે. હૈયાની રુચિ પ્રગટાવવા તત્ત્વજ્ઞાનનું ચિંતન-મનન અને અનુશીલન હોવું ઘટે. આવી સાધના અહર્નિશ નવા નવા આત્મોત્થાનને સાધી શકે છે.
ઘણાં અમર્યાદ ચિંતનના રવાડે ચઢી જાય છે જેની તન-મન ઉપર બહુ બૂરી અસર પડે છે. પાગલ જેવી સ્થિતિ પણ સર્જાય છે. આવશ્યક વિશ્રામ પણ અનિવાર્યપણે હોવો ઘટે. મનની ગતિને તદ્દન શાંત પાડતાં પણ આવડવું જોઈએ.
જીવનની તમામ રહેણી-કરણીમાં સમ્યક્તા એટલે શું – એ સમ્યકતા કેમ કરી આવે – એ ઘણો અગાધ વિષય છે. ટુંકમાં વર્ણન કરવા જતાં કદાચ ગેરસમજણ થવાનો જ સંભવ રહે છે. ખરે જ સમ્યકત્વ એ અમાપ-અગાધ ગહન વિષય છે.
સમ્યકત્વ' એ એવી દષ્ટિ વિશેષતા છે જે પળપળના દર્શનમાં અગાધ આત્મહિત સર્જે છે. સમ્યકત્વદશા પામવી એ વર્ણનાતીત વિરાટ સિદ્ધિ છે. આવી દષ્ટિ પામનાર જગતની તમામ સ્થિતિ-ગતિને નોખી જ નજરે નિહાળતો થઈ જાય છે.