________________
૧૯૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
જે ભૂલ બતાય એ ભૂલની ‘ભંડપ ભારોભાર નજરે ચઢી આવવી જોઈએ. પશ્ચાતાપ પણ થાય અને એ જ કાર્ય કરવાની રુચિ પણ બની રહે, એ તો અંતર્યામિ સાથે છેતરપીંડી જ છે. ઘણીવાર જીવનો પશ્વાતાપ પણ કેવો પોકળ હોય છે એ વિલોકનીય છે.
ખોટી વૃત્તિ-પ્રવૃત્તિનો રસ મંદ થાય એવો સંનિષ્ઠ પ્રયત્ન થાય એ ખરૂં પ્રાયશ્ચિત છે. એ હેતુએ જ સત્સંગ ખૂબ ખૂબ ઉપાસનીય છે. સત્સંગનો કોઈ વિકલ્પ નથી પણ એના અભાવમાં સસાહિત્યનું વાંચન-મનન-અનુશીલન આરાધ્ય છે.
દિશાની સૂઝ વિના દોઢંદોટ કરવાનો કોઈ અર્થ નથી. ખરું પૂછો તો સ્પષ્ટ દિશાભાન મેળવ્યા વિના એક કદમ પણ ન ભરવું જોઈએ. સ્થિર-શાંત થઈ મંઝીલ અને માર્ગ સુપેઠે દેખી-પેખીને જ યથાર્થ રાહનો નિશ્ચય કરીને પછી જ – પ્રયાણ કરવું ઘટે.
ટોળું જોઈને જ... ટોળું દોડે એમ દોડી જવાની ચાહત હોય એના માટે પરમાર્થસાધનાનો પંથ નથી. પરમાર્થપંથમાં તો અંતપ્રજ્ઞા જગાવવી પડે છે, અને એ પ્રજ્ઞાના પ્રકાશમાં ચાલવાનું હોય છે. માટે વિરલ પાત્રતાવાન સાઘક જ પરમાર્થપંથમાં પ્રગતિ કરી શકે છે.
ટોળાનો વ્યામોહ જેના દિલમાં વસેલ છે એણે ખરે જ અધ્યાત્મપંથમાં આવવાનું સોણલું ત્યજી દેવું જોઈએ. ટોળું તો કેવળ તમાતાપ્રિય હોય છે – કૌતુક પ્રિય હોય છે. સદ્બોધ સાથે એને બહું લેવાદેવા હોતી નથી. વીતરાગી દેવ-ગુરુની કોઈ અંતરપિછાણ પણ એને હોતી નથી.
ટોળું જોઈને જે નાયક મનોમન મલકાય-પોરસાય છે, એ નિષે પતન પામવાના છે. ટોળાને રાજી કરવા એ સત્યનું ખૂન કરવા પણ લાલાયત થઈ જશે – અસતુ વદતા પણ અચકાશે નહીં. અંદરથી એ આત્મલક્ષ ચૂકી જઈ...સ્વહિતથી લાખો યોજન દૂર વિછોડાય જવાના છે. કાશ...
કોઈ એવી અનોખી આત્મકમાણી વિના જ જીવ ઘણું મિથ્યા મલકાયો છે ને ઘણું મિથ્યા મુરઝાયો પણ છે...જીવના હરખ-શોક કેવા તુચ્છકોટીના છે ? આવા શુદ્ર ઉભરાઓના કારણે જ આત્મગત કોઈ મહાન આનંદ કે મહાન વિષાદ જીવમાં પ્રગટતો નથી.