________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૯૬
કેવળ પરમાર્થ સાધનાર્થે જ જીવન જીવવાનો એકવેળા જેનો પાવન સંકલ્પ હતો એવો આ આત્મદેવ કેવી કેવી કરણી ને વિચારસરણીમાં અટવાય ચૂક્યો !? પોતાના મહાન પ્રયોજનને ધીમે ધીમે વિસરતો વિસરતો એ ક્યાંથી ક્યાં જઈ ચડ્યો !?
છે સાવક! તારા જીવનમાં જે કાંઈ સુખ-સંતોષ-સંવાદ-સંગીત છે એ તત્ત્વજ્ઞાનના રૂડા પ્રતાપે છે – અનુકૂળતાઓને કારણે નહીં – એ તથ્ય ભૂલીશ માં. અનુકૂળતાઓ તો ગમે તેટલી હોય પણ મનોસ્થિતિ જો રૂષ્ણ હોય તો ? માટે સત્સંગનો ઉપકાર માનો એટલો ઓછો છે.
વર્તમાન વિશ્વમાં પણ તત્ત્વજ્ઞાનવિહોણા માનવો કેવી અવદશામાં આવે છે એ તો ઠેર ઠેર જોવા મળે છે. સુખનું મૂળ કારણ સંયોગો નહીં - પણ, આત્માની સાચી સમજણ છે. એ સમજણ પુરબહાર ખીલવનાર સદ્ગુરુઓનો ઉપકાર અ..મા..૫ છે.
લગનીની વાત જ નિરાળી છે ખરેખરી દિલની લગની લાગે તો પુરુષાર્થ સહજ થઈ જાય છે. – ભારે પુરુષાર્થ પણ હૈયાની હળવાશથી થઈ જાય છે...થાક કે કંટાળો પેદા થતાં નથી. દુનિયામાં પણ જેટલા મહાન કાર્યો થયા છે એ એવી પ્રગાઢ લગનીથી જ થયા છે.
હે જીવ! ભૂતકાળમાં ભવાડા પારાવાર કર્યા છે એવું અવારનવાર ખ્યાલમાં આવે છે ? તો હવે નવી ભૂલો ન થાય એ અર્થે તું શું કરી શકે એમ છો ? આ જન્મમાં જે ભૂલો સંભવી એવી ભૂલો બીજા જન્મમાં ન સંભવે એ માટે તું કાંઈ કરી શકે એમ છો ? વિચારજે.
વર્તમાન પણ સુધારી નથી શકતો એ આત્મા પરલોક સુધારવાની ખ્વાહિશ ધરે એના જેવી ભ્રમણા બીજી એકેય નથી. જીવ, વર્તમાન જ એવો વિમળભવ્ય તિર્થસ્વરૂપ બનાવ કે એ વડે સુધરેલી આત્મદશા ભાવીને પણ એવું કલ્યાણમયી બનાવી રહે.
અનુભવના ઘેરા ઊંડાણથી કહીએ છીએ કે વર્તમાન જેણે આત્મશ્રેયમય બનાવ્યો છે એણે એ ભાવના વડે એવા સંસ્કાર બીજો રોપેલ છે કે, નિષે એનું ભાવી – વર્તમાન કરતાં પણ – ઘણી ઉજ્જવળ આત્મપરિણતિમય બની રહેવાનું છે.