________________
૧૮૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાચો પ્રેમ આત્માને ઉર્ધ્વગામી બનાવે છે. પ્રેમ અને વાસના વચ્ચે કલ્પતરૂ અને બાવળ જેટલો તફાવત છે. અધ્યાત્મીઓ જે સાચા પ્રેમને જાણે છે એનો દુનિયાના લોકોને તો મુદ્દલ પરિચય નથી. અહાહા... એવો પ્રેમ ક્યાં વ્યક્ત કરવો ? પાત્રતા વિના...
70
સાચા પ્રેમ વિશે ઘણું અમાપ કહેવા અંતઃકરણ તલસે છે. પણ, પ્રેમ શબ્દ જ નિંધ બની ચૂકેલ છે. નિર્વ્યાજ પ્રેમ – નિર્મળ પ્રેમ – નિખાલસ પ્રેમ – નિસ્વાર્થ પ્રેમ આજે દુનિયામાંથી અલોપ-અદશ્ય થઈ ગયેલ છે. ખરે જ દુનિયાનું આથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ જ નથી.
O
આત્મપ્રેમનિમગ્ન જોગી-જોગંધરોની વાત ન્યારી છે...પણ માનવી-આમઆદમી પ્રેમ વિના જીવી કેમ શકતો હશે – શા માટે જીવી જાણતો હશે – એ અમને કેમેય સમજાતું નથી. પ્રેમ વિનાનું જીવન કેવળ બોજ અને બંધન જ નથી શું ? તો -
70
=
અઢી અક્ષર પ્રેમના – એ કબીરજી કેવા પ્રેમની વાત કરે છે ? ખરે જ નિર્મળકક્ષાના, પરમનિર્મળકક્ષાના પ્રેમની – આત્મિયતાની – આપણને અંદરમાં ગમ જ નથી. જીંદગી એક બોજ જ બની રહે, જો કબીરજી કહે છે એવો પ્રેમનો પરિચય ન હોય તો.
70T
કાશ, વારંવાર ખચકાટ થાય છે કે કોઈ, આત્માનું ઉર્વારોહણ સાથે એવા પવિત્ર પ્રેમને સમજી નહીં શકે — વિશેષ શું લખવું ? એવી પાવન આત્મદશા થયા વિના એવા પ્રેમનો ઉદ્ભવ સંભવિત જ નથી.
પવિત્રધારા...ગહેરીધારા...અખંડધારા...
NOGT
રૂડા સમર્પણભાવથી સત્સમાગમ કરનાર ભલા જીવને એવા અનંતગહેરા વિમળ પ્રેમના ઈશારા મળે છે. જનેતા અને શિશુ જેવો ગાય અને વાછરડા જેવો – અનહદ પ્રેમ પ્રતીત થાય છે – બાકી આત્મા આત્માને પ્રેમ વરસાવે એ તો ઘણી અદ્ભુત બીના છે.
-
0≈
કોઈનાય પ્રેમની અપેક્ષા રહે એ તો આત્મરતીની કમી જ દર્શાવે છે. એ સૂચવે છે કે ચેતના હજું ચૈતન્યદેવ સાથે ઓતપ્રોત થઈ નથી. અનાયાસ કોઈ એવો આત્મિય સંગાથી મળી જાય તો મહાભાગ્ય – બાકી અપેક્ષા રહે એ તો અપૂર્ણતાની જ સૂચક છે.