________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
આત્માની શુદ્ધપરિણતિમાં રસતરબોળ નિમગ્ન હોય એવા સદ્ગુરુ પણ મળવા ઘણાં દુર્લભ છે. મહાભાગ્યવાન જીવને એવા પરમ આત્માર્થી સત્પુરુષનો યોગ લાધે છે... અને ત્યારે જીવને આત્મજ્ઞાન અને આત્મધ્યાન થવા અવકાશ થાય છે.
૧૮૫
0
સાચો આત્મધ્યાની પુરુષ, આત્માના ઊંડાણમાં સ્થિત હોય છે. એને કોઈ વાતની ચંચળતા કે ઉત્સુકતા હોતી નથી. અંતરથી એ પરમ નિવૃત્તિપ્રિય હોય છે. લોકોની સંગત એને સુહાતી નથી. એવા સત્પુરુષને જોતા જોતા જ મન ઠરી જાય છે.
70F
સાચા આત્મજ્ઞ સંતો પ્રાયઃ દુનિયાને ઓળખાતા નથી. અંતઃકરણથી એ સાવ શિશુ જેવા નિર્દોષ હોય છે. એમના કોઈ એવા બાહ્યાચરણ પરથી એમના અંતઃકરણનું માપ કાઢવું એ સરાસર ભૂલભરેલું છે. એમનો આશય કેવળ સર્વના હિતનો જ હોય છે.
70×
હરેક બાબતમાં આત્મજ્ઞસંતનો આશય શુદ્ધ-સ્ફટિક જેવો પરમ નિર્મળ હોય છે. એમના હૈયે તો તમામનું હિત જ વસેલું હોય છે. ચાહે તેવા ઉગ્ર શત્રુનું પણ હિત જ એમના હૈયે રમતું હોય છે. - કોઈનું અહિત એ ઈચ્છે સુદ્ધાં નહીં.
આ સંસારમાં સુજન આત્માનો સંગ મળવો આસાન નથી. એવા સુજન સંગાથીની દુર્લભતા કેટલી છે એ જાણનાર જ જાણે છે. કાંઈ નહીં ભાઈ...કોઈ સારો સંગ ન મળે તો જે તે સંગ હરગિજ કરવો નહીં. આત્માએ જ આત્માના ૫૨મમિત્ર બની જવું.
આત્મમસ્તી માણનાર મહાનુભાવને કોઈનાય સંગની ઉણપ સાલતી નથી. એને તો પોતાની મસ્તી એવી જામી છે કે બીજા આવી વિક્ષેપ કરે એ સુહાતું નથી. ખરે જ આત્મા નિજાનંદમાં નિમગ્ન રહેવા મહાવરો પાડે તો કાળાનુક્રમે પરમ મસ્તી અનુભવે.
લગની લાગે છે એને બીજા લગવાડો આપોઆપ છૂટી જાય છે. આત્માર્થી જીવને પંચાતપ્રિય જનની સોબત ન હોય. પોતાની લગનીમાં પૂરક થાય એવા પરમમિત્ર મળે તો ઠીક છે – બાકી જેની તેની મૈત્રી કરવાથી શું ફાયદો ?