________________
૧૮૩
સાધનાપથ અને આત્મજ્ઞાન
ભાઈ ! ભાવનાની ઘણી અમાપ કિંમત છે હોં...ભાવના એવું જ ભાવિ નિર્માણ થશે. એકે ભાવના નિષ્ફળ નથી. કાશ, જીવને જો ભલીપેરે ભાવના કરતાં આવડતું હોત તો એનો ઉદ્ધાર ક્યારનો થઈ ચૂક્યો હોત...ભાવના જ સાચું ચિંતામણીરત્ન છે.
70
ભાઈ...! તમે ભાવનાની અજીબોગજીબ શક્તિને પીછાણો. ભાવના અપરપાર ફળ બક્ષનાર છે. સારી કે માઠી ભાવના જીવનું તથા પ્રકારનું ભાવિ ઘડે છે. ભાવનાનુસાર ભાવિનિર્માણ થતું હોય: ભાવનામાં ખૂબ ખૂબ તકેદારી વર્તવી ઘટે છે.
સાચી હૈયાની ભીની ભાવનાઓ તો જીવને શીવ બનાવી દે છે. પોતાની ચેતનાને ભગવદ્યુતના બનાવવા જે ભાવનાશીલ છે, – નિરંતર એ ભાવના જે ખૂબ ખૂબ ભાવે છે, – એ અવશ્ય એક દિવસ ‘ભગવાન’ બની જાય છે. હાડા હૈયાની ગહેરી ભાવના જોઈએ.
–
@
ભાઈ...! ભાવના જ મહાન આત્મવિશુદ્ધિકારક છે. જેને પોતાની સમગ્ર ચેતનાને પરિશુદ્ધ કરવાની પ્રબળ ભાવના છે અને દિનરાત એ જ લગની છે, એવો સુભાગી જીવ અલ્પકાળમાં વિશુદ્ધ આત્મદશા પામી જાય છે. નિશે.
70
પોતાનો આત્મા શુદ્ધ સ્ફટિક જેવો પરમનિર્મળ છે – એમાં કોઈ અશુદ્ધિ નથીઃ વિકાર નથીઃ વિભાવ નથી.' એવી નિરંતર ભાવના, ખરા હ્રદયથી કરનારની ચેતના એવી સ્ફટિક જેવી નિર્મળ બની જાય છે. – એમાં સંદેહ નથી.
70
કલ્પનાની મીઠાશ એવી કારમી છે કે જીવ વાસ્તવિકતા વિલોકવા પણ તૈયાર નથી ! કલ્પનાના ચણેલા મિનારા તૂટે ત્યારે જીવને વાસ્તવિકતા નિહાળવા અવકાશ થાય; પણ જીવ જૂની કલ્પનાઓ તૂટે તે પહેલા નવી કંઈ કલ્પનાઓ ઘડી લે છે.
જીરૂ
વાસ્તવિકતા વિલોક્યા વિના જીવનનું કે જગતનું સાચું દર્શન થતું નથી. પણ જીવ આંખ મીંચી જાય
છે. નરી વાસ્તવિકતા એ નિહાળતો જ નથી. કલ્પનાનો પણ એક કેફ હોય છે. – જીવ દિનરાત એ કેફમાં ચકચૂર રહી – વાસ્તવઃ દર્શન કદી કરતો જ નથી.