________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૮૮
ઉદ્ધત પુત્રને વશમાં રાખવા શાણો પિતા જે કોશલ દાખવે કે ઉદ્ધત શિષ્યને ઠેકાણે લાવવા અનુભવી ગૂરૂ જે દક્ષતા દાખવે એવી અથવા એથી પણ અદકેરી કુનેહ દાખવી આત્માર્થી સાધકે પોતાના મનને ઠેકાણે આણવાનું છે.
સુખ વિશેની ભ્રમણા જ જીવના ભવભ્રમણનું મુખ્ય કારણ છે. સુખ તો આત્માનો સહજ સ્વભાવ છે. સ્વભાવને અનુસરો એટલે સુખ સ્વતઃ હાજર થાય. પણ જીવની બાહ્યવૃત્તિ મટતી નથી . કારણ કે એણે ભ્રાંતિવશ બહારના સુખાભાસને જ સુખ કલ્પી લીધેલ છે.
પ્રત્યેક પ્રબુદ્ધ પુરુષો જીવની સુખ વિશેની ભ્રમણા તોડવા પ્રયત્ન કરે છે. આ ભ્રમણા જ મોટું મિથ્યાત્વ છે. જ્યાં સુધી જીવને દઢતા ન થાય કે, સુખ બહારમાં ક્યાંય નથીઃ સુખ, સાચું સુખ કેવળ આત્મામાં જ છે – ત્યાં સુધી અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થતો નથી.
જે પોતાની વર્તમાન સ્થિતિ છે એ પૂર્ણપણે સુખપ્રદ કે સંતોષપ્રદ તો નથી – એવું મહદપ્રાય સર્વ કોઈને અંતરથી મહેસુસ થવાનું જ...એ સૂચવે છે કે માનવીના અવ્યક્ત ખ્યાલમાં કોઈ નિરાળા સુખની છબી અવ્યક્ત વસેલી છે. – ભાઈ એ સુખ સ્વભાવરમણતાનું જ છે.
સ્વભાવથી વિછોડાઈને ઘણે દૂર દૂર નિકળી ગયેલા માનવનું મૂક અંત:કરણ તો તલસે જ છે કે અંદરથી ઠરી જવાય તો સારું...અલબત, આ અવ્યક્ત ઝંખના છે – બુદ્ધિગમ્ય નથી. પણ માનવ જ્યાં સુધી સ્વભાવમાં બેહદ કરવાનું નહીં કરે ત્યાં સુધી અવ્યક્ત અજંપો રહેવાનો જ.
વિચારક અને વિચક્ષણ મહાનુભાવને એવું તો મહેસુસ થવાનું જ કે પોતે હજું કરવાનું ઠેકાણું પામ્યો નથીઃ હજું કરીને ઠામ થયો નથી. આનો ઉપાય તો બસ એક જ છે સ્વભાવ બાજુ વળી ઢળી જવું સ્વભાવમાં ઠરીને જામ થઈ જવું...બીજો ઉપાય નિષે ત્રણલોકમાં કોઈ નથી.
DS સ્વભાવમાં પરિપૂર્ણ કરી જઈને ગહનસમાધિ વેદવી એનું જ નામ પરમાર્થથી મોક્ષ છે. મોક્ષ એ ચૈતન્યની એવી પરમવિમળ સ્થિતિ છે કે નિષ્ફળ નિજાનંદની નિમગ્નતા સિવાય જગતના કોઈ કરતાં કોઈ ભાવોનું ત્યાં સ્મરણ માત્ર પણ નથી.