________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૯૨
જેનું હૃદય સુંદર છે અને સર્વત્ર સઘળુંય સુંદર જ લાગવાનું. સુંદરતા કે કુરૂપતા બાહ્ય પદાર્થો કે પરિસ્થિતિમાં નથી પણ માનવીના મનના વલણ ઉપર છે. ખરે જ માનવી પોતાનું મન પવિત્ર કરે તો એનું વિશ્વદર્શન સાવ જ પલટાય જાય એવું છે.
જીવને આત્મધ્યાની થવું છે પણ નિહેતુક વૃત્તિ-પ્રવૃત્તિથી વિરમવું નથી ! ધ્યાની એ જ થઈ શકે છે અકારણ કોઈ જ વિષયમાં મતું ન મારતો હોય...કદાચ માથું મરાય જાય તો પણ તત્કાળ સાવધાન થઈ અલિપ્ત બની જતો હોય.
ભાઈ ! પ્રત્યેક સાધારણ કે અસાધારણ ઉપલબ્ધિનું યોગ્ય મૂલ્ય ચૂકવવું જ પડતું હોય છે તો અધ્યાત્મિક મહાન ઉપલબ્ધિનું એવું મુલ્ય શું ન ચૂકવવું પડે ? ચિંતામણિને કોઈ ચણોઠી આપી ખરીદવા માંગે તો એ કાંઈ બની શકવાનું થોડું છે?
સાચા ધ્યાની થવું જ હોય તો જીવે ચંચળતા પરિહરિ દેવી ઘટે. ચંચળતાના ઉત્પાદક એવા કોઈ કારણ સેવવા ન ઘટે. ખાતા-પીતા-સૂતા-ઉઠતા હરેક વેળાએ પોતાની સ્વભાવસ્થિરતા જળવાય રહે એવી વિશેષ કાળજી રાખવી ઘટે.
ખાસ કરીને...અનાયાસ ચંચળ બની જ જવાય એવા સંયોગમાં પણ જે સ્થિરતા સાધી રાખવાનો મહાવરો પાડે છે એ મહાનુભાવ અન્ય વેળાએ તો સહજ સ્થિરતા રાખી શકે છે. ચંચળ અને વ્યગ્ર બનાવી મૂકે એવી વેળાએ પણ સહજ સ્થિરતા જાળવનારા વંદનીય છે.
માયા ખરે જ કારમી બલા છે...એનું વળગણ જીવને ઘણું પ્રગાઢ છે. જીવ પોતાની મનસૂબી મુજબ ચાહે તેવા ક્રિયાકાંડો કરે – તો પણ, પોતાના અંતરપેટાળમાંથી માયાનો વળગાડ નિવારી શકાતો નથી. કારણ કે, મૂળીયા કલ્પનાતીત ડે પેસેલા છે.
વરસોથી શાસ્ત્રાધ્યનન કરનાર બુઝર્ગ પુરુષો પણ માયાના વળગાડથી વિમુક્ત થઈ શકતા નથી. એ તત્ત્વજ્ઞાનની રૂડીરડી વાતો ઘણી કરે છે – પણ, ભીતરમાં તો માયા જ ખેલ ખેલતી હોય છે. માયાની જાળ સમગ્ર લોકમાં જાલિમ પથરાયેલી છે.