________________
૧૮૯
સાધનાપથ અને આત્મજ્ઞાન
જાગૃતિપૂર્ણ નિષ્ક્રિયતા અમાપ લાભકારી છે. તમે સંપૂર્ણ જાગૃત હો પરંતુ મન-વચન-કાયા તદ્દન નિષ્ટ અર્થાત તમામ પ્રવૃતિથી રહિત હોય. - અલબત આવી સજાગતા અને આવી નિષ્ક્રિયતા અભ્યાસથી સાધ્ય છે. પણ એ સ્વાનુભૂતિના દ્વાર ખોલી આપે છે.
મન નિસ્તરંગ સરોવર જેવું નિકલ હોય અને તમે પૂર્ણ સજાગ હો – કાયા મૂર્તિવત્ સ્થિર હોય; એવી સ્થિતિમાં તમે ઘડીભર પણ રહી શકો તો આત્મધ્યાનના દ્વાર ખૂલી જઈ શકે છે. માત્ર વાતોથી આ નહીં સમજાય, પણ પ્રયોગ કરશો તો અવશ્ય સિદ્ધિ સાંપડશે.
મનનેનિસ્તરંગ બનાવવા પ્રથમ તો વિચારોના માત્ર સાક્ષીરૂપે તમે તમને સ્થાપો. માત્ર સાક્ષીભાવે. જે પણ વિચારો ઉગે.આથમે એને જોવાના, સજાગપણે. અને તમે શુદ્ધ સાક્ષી છો – કઈ પણ વિચારોમાં ફેરફાર કે વધઘટ કરનાર નથી એ તો ભૂલવું ન ઘટે.
તમે માત્ર છો' – એવી તમારી હયાતીનું જ સભાનપણું રાખો. એ સભાનપણું જેમ બને તેમ પ્રગાઢ કરતાં જાઓ. વિચારો ઉપર ખાસ લક્ષ જ ન આપતા તમારી હયાતી જ સઘનપણે લક્ષમાં લો. તમે જાણે મનથી સાવ ભિન્ન પડી ગયા છો એવી ગાઢ અનુભૂતિ જગાવો.
પ્રારંભમાં આ નવું નવું લાગશે...પણ આગળ વધતા તમને સમજાશે કે તમે સ્વાભાવિકદશામાં જ આવી રહ્યા છો. મન કરતાં તમારું અસ્તિત્વ ઘણું ભિન્ન અને ભવ્ય છે એનો અનુભવ રોમહર્ષક બનશે. મન સાથે તમે ભળો નહીં તો કાળાનુક્રમે એને વિશ્રાંત થઈ ગયા વિના ઉપાય નહીં રહે.
જON હકીકત એ છે કે, મનને બળ તો ચેતન્ય પાસેથી જ મળે છે...ચેતન્ય મન સાથે ભળે એથી જ મનને નવું નવું બળ મળતું રહે છે. તમે સાક્ષી બની જેમ જેમ મન સાથે ભળવાનું અલ્પ કરો એમ મન નિર્બળ થતાં અનાયાસ એ શાંત થતું જાય છે.
બીજા પ્રત્યે કોઈ એવું વર્તન આચરતા પહેલા...શાંત થઈને એટલું અવશ્ય વિચારી લેવું કે, પોતાના પ્રત્યે કોઈ એવું વર્તન દાખવે તો પોતાને કેવું લાગે ? આટલો જ નાનકડો વિચાર કોઈના ય પ્રત્યે અનુચિત વર્તાવ કરતા આપણને રોકી લેશે.