________________
૧૬૭
સાધનાપથ અને આત્મજ્ઞાન
સ્વભાવ સુખની ઉપલબ્ધિ થઈ જાય એને કાયાની માયા ઉતારવા યત્ન કરવો નથી પડતો...સહેજે કાયાની મૂછ દૂર થઈ રહે છે. કાયારૂપી કોડિયામાં જલતી રહેતી ચેતન્યજ્યોતિ નિહાળવામાં એ એવા નિમગ્ન હોય કે કાયાની માયા ઉદ્ભવતી જ નથી.
જ0 ભાઈ ! સ્વભાવ સુખની ગહનતા કેવી અગાધ છે કે એમાં અનંતકાળ ડૂબતા જાઓ તો પણ તળિયું હાથ આવે નહીં. વધુ ને વધુ અસીમ ગહેરાઈમાં જાઓ તો એનાથી પણ અનંતગહન ગહેરાઈઓ જ તમે કળવા પામો.
અદ્ભુત છે સ્વભાવ... અદ્ભુત છે સ્વભાવજન્ય સુખ...ગમે તેટલું અમર્યાદ આસ્વાદો એ સુખ – તો ય કંટાળો આવે નહીં પ્રચૂરઘન રસમસ્તી જ સંવેદાય. અહાહા... ત્રણભુવનમાં બીજું ક્યું સુખ છે કે જે આખરે કંટાળો પેદા ન કરે... ?
ભાઈ ! સંસારીક બધાં જ સુખોની અનુભૂતિ સાપેક્ષ છે. પહેલા તુષાજન્ય આકુળતા અનુભવો તો પછી પાણીની પ્રાપ્તિ થતાં સુખ થાય. – આમ પહેલા આકુળતા વેદો – વ્યાકુળતા વેદો, અને પછી એમાંથી મુક્ત થાવ. એનું નામ સુખ છે...!
બહુ બહુ વિચારજો...જે ઠંડુ પાણી ઉનાળામાં હાશ' એવી તૃપ્તિ કરાવે છે એ શિયાળામાં કેમ એવો હાશકારો નથી કરાવતું ? કારણ ગરમીનું પૂર્વદુઃખ વેદાણું નથી... તો જગતના સુખો. પૂર્વના પ્રલંબ દુઃખ પર આધારીત સુખો છે.
અરે મૂઢજીવો....તમે આ જગતના વિષયસુખો તો જુઓ. પહેલા એની પ્યાસ જાગતા ચિત્ત આકળવિકળ બને...ઘણો સમય એ પર્યાકૂળતા રહે...ને પછી એ વ્યાકૂળતા ભોગ વડે દૂર થાય ? મોહે શી રમત માંડી છે, મૂઢજીવો સાથે ?!
ગધેડાનો માલિક ગધેડા પર પહેલા બમણો ભાર નાંખી દે અને થોડું ચલાવ્યા પછી અડધો ભાર ઉતારી લે – તો ગધેડું હળવું થયું માની સુખેથી ચાલવા મંડે ? એમ આ જીવ પણ બમણી આકુળતા વેદી; એમાં ઓછપ થતાં સુખ માને છે.