________________
૧૬૫
સાધનાપથ અને આત્મજ્ઞાન
-
અતીન્દ્રિય સુખનો સુપેઠે અનુભવ થયા વિના મોહતંદ્રા તૂટવી આસાન નથી. વ્યામોહિત જીવ પોતાના અનંતભાવીના હિતાહિતને ય દેખી પેખી શકતો નથી. સંમોહનની અસર તળે દબાયેલ જીવ બીજું કશું જોઈ-જાણી શકતો જ નથી.
જીવની આ સંમૂઢદશા – સંમોહિત સ્થિતિ, પ્રખર અનુભવી જ્ઞાનીપુરુષ વિના કોઈ તોડી શકનાર નથી...એની મોહની તંદ્રા ભેદી નાખે એવા પ્રખર પ્રબુદ્ધપુરુષના સમાગમની જ આમાં અનિવાર્ય આવશ્યકતા છે .
જીવે તો સ્ત્રીમાં જ સર્વોત્કૃષ્ટ સુખની ધારણા ધરી લીધી છે. કેવલ કલ્પના સિવાય એમાં ખાસ કોઈ તથ્ય જણાતું નથી... કલ્પનાના રંગીન ઘેનમાં રાચતો જીવ વાસ્તવિકતા ગજવા પણ કદી યત્નવંત થતો નથી.
જો કામસુખ જ સર્વોપરી હોય તો સમસ્ત જ્ઞાનીઓ નિષ્કામ થવાનો બોધ શા માટે કરે છે ? શું એ જીવોને ખોટા રવાડે ચઢાવી દેવા માંગે છે ? ના. એમનો ગહન જીવન અનુભવ પુકારે છે કે કોઈ નિરાળું અલૌકિક સુખ છે.
જ્ઞાનીઓ તો પડકાર કરીને...સિંહગર્જના કરીને...કહે છે કે સુખ બહારમાં નથીઃ બહારમાં દેખાય છે એ જીવની ભ્રમણા છે. સુખ તો કેવળ અંદમાં જ છે. સુખ અંતરની સબસ્થિતિમાં છે – અન્યત્ર સુખ ક્યાંય જરા પણ નથી.
ખરે, અનંતા જ્ઞાનીઓ તો આંગળી ચીંધી ચાલ્યા ગયા ને ચાલ્યા જશે. જીવને માનવું કે ન માનવું એ એની મનસૂબી. હોનહાર સારું હોય એવા જીવને જ જ્ઞાનીની અગમ જેવી વાત રૂચે જચે છે. એ જીવો ન્યાલ થઈ જાય છે.
અરે...સંસારના કહેવાતા સુખો આખર તો અનિત્ય છેઃ નાશવંત છે...એવી ઉધાડી દીવા જેવી ઝળહળતી વાત પણ જીવ સ્વીકારતો નથી ! એ તો જાણે બધું નિત્ય-શાશ્વત હોય એમ પ્રચૂરોનથી વળગી પડ્યો છે. કાશ જ્યારે... સર્વના વિયોગની વેળા આવશે ત્યારે...