________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૬૦,
અલ્પ ઉપાધિમાં સુખ માનતો જીવ, તદ્દન નિરૂપાધિકદશામાં રહેલું સુખનું સાતત્ય કેમ કદી નહીં સમજી શકતો હોય ? પૂર્વ-પાત, કશી જીઆકુળતા વિનાનું પરમ નિરાકુળ એવું સ્વભાવસુખ કેમ એના ખ્યાલમાં નહીં આવતું હોય ?
બીજા વિષયાદિ સુખો તો ક્ષણભંગુર છે – પાછળથી વિષાદ આપનારા પણ છે. જ્યારે સ્વભાવસુખ ચિરંતન રહી શકે છે. આજન્મ અને જન્મોજન્મ જેટલું પ્રચૂર માણવું હોય એટલું માણો – એમાં થાક. કંટાળો, ઉદ્વેગ કશું જ નથી.
આ સ્વભાવ સુખ પરમ નિર્દોષ છે. કોઈ જીવને એ લેશ પણ હાની પહોંચાડીને પેદા થતું નથી...વળી છે પણ ‘સર્વોત્તમ કક્ષાનું. જેના સેવનથી આત્માની કોઈ અવનતિ તો થતી નથી – પણ, ઉત્તરોત્તર વિશેષ આત્મોન્નતિ સધાય છે.
બીજા સુખો તો ઘડીભર સારા લાગે અને ઘડીભર વિરસતા પેદા કરે...જ્યારે સ્વભાવસુખ ક્યારેય વિરસતા પેદા કરતું નથી; એ તો ઉત્તરોત્તર પ્રગાઢ રસમયતા પેદા કરતું જાય છે. જેટલું વધુ સેવો એટલું વિશેષ ફાયદાકારક છે.
જs ભાઈ ! ચિત્તની તમામ વિહવળતા ત્યજીને, તું સુપેઠે સ્વભાવસુખનું આસેવન કર. તું એનો એવો અઠંગ આશક થઈ જઈશ કે બીજા સુખોની આશિકી આપોઆપ અદશ્ય થઈ જશે...તું સ્વભાવમાં જ કરીને ઠામ થઈ જઈ શકીશ... અનંતકાળપર્યત.
છOS સ્વભાવમાં ઠેર-જીવ, સ્વભાવમાં ઠર...અનાદિથી આથડતો તું એમાં ઠરીને ઠામ થઈ શકીશ. તને અનંત સાંતવના સાંપડશે કે, હાશ, અનંતકાળ ઠરવાનું મધુર ઠેકાણું મળી ચૂક્યું. તું કૃત્યકૃત્ય થઈ જઈશ...અનંત તૃપ્ત થઈ જઈશ.
જીવનમાં અનેકવાર સંમોહન જેવી સ્થિતિ બને છે. ત્યારે આપણે કોઈ વ્યક્તિ કે પદાર્થ પર ઓળઘોળ થઈ જઈએ છીએ – એના પાગલ મોહમાં સરી પડતા હોઈએ છીએ. પણ વેળા વીતી જતાં એ બધું જ વ્યર્થ-આવેગરૂપ ભાસે છે.