________________
૧૭૭
સાધનાપથ અને આત્મજ્ઞાન
પોતામાં જ્યારે પ્રકૃતિ અંદરથી જોર મારે ત્યારે એ જ વેળાએ જીવે પ્રકૃતિને જીતવાનો યત્ન કરવાનો છે. પ્રકૃતિને તાબે ન થવું એ ઘણી મોટી સાધના છે. ઠરીને ચિંતન કરીને, લાભાલાભ વિચારી વિચારીને, પ્રકૃતિના તાબામાંથી બહાર આવવું જોઈએ.
પોતાની પ્રકૃતિગત કમજોરીને નબળાઈને જીવે સુપેઠે ઓળખવી જોઈએ કે આ મારી મોટી નબળાઈ છે. સામર્થ્ય કેળવીને મારે એ નબળાઈ નિવારવી જોઈએ. મારી પ્રકૃતિનો લૂલો બચાવ માટે કદિ ન કરવો જોઈએઃ બ્લકે, એખલાસદિલથી એકરાર કરવો જોઈએ.
ભાઈ યુદ્ધમાં હજારો માણસો પર એકલહાથે વિજય મેળવવો સહેલો છે પણ પોતાની પ્રકૃતિ ઉપર વિજય મેળવવો કઠીન છે. ઈર્ષાની, નફરતની, અસંતુષ્ટતાની એવી એવી પ્રકૃતિ પડી હોય તો કોઈપણ ભોગે એ પલટાવવી જ પરમ શ્રેયસ્કર છે.
પોતાની પ્રકૃતિ જે પરમ ભવ્ય ઘડી જાણે છે એ આ જન્મ જ નહીં, જનમોજનમ સુખી થઈ શકે છે. કરેલી પ્રકૃતિ જીવને ઠારે છે. પ્રકૃતિ ઘડવા જેટલો પુરુષાર્થ કરીએ તેટલો ઓછો છે. – કારણ એના લાભો બેસુમાર છે. અનંતકાળપર્યત એ લાભો મળે છે.
બધુ જ ક્યું. પણ જીવે પોતાના સુખ-શ્રેયનો ઉપાય ખોળી જાણ્યો નથી. જીવને થાતું પણ નથી કે આ બધુ કરવાનો અર્થ શો છે? – હેતુ શો છે? જીવ જે કાંઈ કરે છે એ સુખના માટે કરે છે. – પણ વાસ્તવાર્થમાં એ સુખી થાય છે ખરો ? તો... કાંઈપણ કરવાનો હેતુ શો શ
ભગવાન મહાવીરે આ કાળના જીવોને જડપ્રકૃતિના કહ્યા છે. પોતે શું કરે છે – શામાટે કરે છે – ઈત્યાદિ કાંઈ ઊંડાણથી વિલોકે-વિચારે જ નહિ. અવિચારી પણે એવી એવી વૃત્તિ અને પ્રવૃત્તિ આચરે કે જેથી સુખના બદલે ઉલ્ટી દુઃખની વૃદ્ધિ થાય.
વળી, ભગવાને આ કાળનાં જીવોને વક્રપ્રકૃતિના પણ કહ્યા છે. પોતે તો વિચારે નહિ પણ કોઈ વિચારકપુરુષ – પોતાની ગહન વિચારણાપૂર્વક –વિવેકયુક્ત માર્ગ દર્શાવે તો પણ એ માર્ગે ચાલવાના બદલે ઉલ્ટા અવળે રસ્તે ચાલવા આગ્રહી બને.!