________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૭)
દુઃખ માનવીને ઘડે છે એ વાત ઘણે અંશે સાચી છે. પણ એ વાતેય ખૂબ સાચી છે કે માનવી દુઃખને ઘડે છે. હા, માનવી હાથે કરીને ઘણાં દુઃખો ઘડે છે. અણસમજણના કે એવા કોઈ કારણે માનવી માનસિક દુઃખો ઘડી એમાં ઓતપ્રોત રહે છે.
અમારૂં માનો તો...માનવીને મોટામાં મોટું દુઃખ પોતાના રૂમ્સ-મનનું જ છે. સ્વસ્થ મન જેવું કોઈ સાંખ્ય નથી ને રૂષ્ણ મન જેવું કોઈ દુઃખ નથી. માનવીને સુખ જ પ્રિય હોત તો એણે જરૂર પોતાના રષ્ણ મનને સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો હોત.
જીવ સુખી થવું હોય તો થોડું શાણપણ ખીલવ...મનના ઉત્પાતોને પીછાણતા શીખ. મનના વેગઆવેગ-ઉદ્વેગને ગહેરાઈથી અવલોક. મન જ અધિક દુઃખોનું ઉત્પાદક છે. દિનરાત એ જ જીવને દુઃખકર ચિંતનમાં જોડી રાખે છે.
@ s અંતહીન વિચિત્રતાથી ભરેલા મનને વિશુદ્ધ કરવાનો અમોઘ ઉપાય સત્સંગ છે. મનની વિકૃતિઓનું વિશોધન તત્ત્વજ્ઞાન દ્વારા જ થાય છે. એવા તત્ત્વજ્ઞપુરુષના સત્સમાગમમાં રહેવાથી મનની અગણિત દુઃષીતતાઓ દૂર થાય છે.
જેને સત્સંગ મળ્યો નથી એ આધ્યાત્મિક સુખ તો જાણી માણી શકતા નથી – પણ, સંસારિક સુખ પણ સારી રીતે માણી શકતા નથી. કારણ અનેક ઉદ્વેગોથી મન ઘેરાયેલું રહેતું હોય એને કોઈ વાતે સુખચેન-શાંતિ સંતોષ.સમાધિ લાધતા નથી.
મનની એક વિચિત્રતા એ છે કે એમાં કોઈ વાતની ઘરેડ પડ્યા પછી એ એજ ઘરેડમાં ચાલ્યું જાય છે. ઘરેડથી ભિન્ન પ્રકારે વિચારી જ શકતું નથી. ઘરેડમાં જ જીવવા હઠાગ્રહી થઈ જાય છે. દુઃખી થાય તો પણ ઘરેડનો મોહ છોડી શકતું નથી.
ઘરે પરસ્ત મન યાંત્રિક જેવું જીવન જીવે છે. સિંગના બદલે ખાલી ફોફાં પીલી એ તેલ કાઢવા મથે છે. મનનું આ જથ્વીપણું એને બીજા ઉમદા રાહે આવવા જ નથી દેતું. — ઘણું દુઃખીત થાય તોય એ ઘરેડ પલટાવવા રાજી થતું નથી !