________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૫૬
જગત સાથે બાથ ભીડવા અને વિદ્રોહ કરવા જાવા જેવું નથી – એથી તારા આત્માને નાહકનો ફ્લેશ અને હાની પહોંચશે. માત્ર જગતને સમજી; એનાથી નિરપેક્ષ થઈ જવામાં સાર છે. જગતને જે રસ્તે જવું હોય ત્યાં જાય? તું તારો રસ્તો પકડી લે.
ભાઈ. દેવદુર્લભ આ જન્મમાં તારે તારું અનંતહિત સાધી જવાનું છે. મળેલ શક્તિનો એ જ સાચો સદુપયોગ છે. બીજે ક્યાંય કરતાં ક્યાંય શક્તિ વાપરવા જેવી નથી. ન ભૂલીશઃ તારી પાસે સમય અને શક્તિ ખૂબ જ મર્યાદિત છે.
જઈOS થઈ શકે એટલી વધુ ને વધુ જીવનની આલોચના કરવા જેવી છે. ખરી આલોચના થઈ ત્યારે ગણાય કે જ્યારે એવી ભૂલો પુનઃ થવાનો કોઈ અવકાશ ન રહે. બાકી આલોચના ય યથાવત્ થયા કરે અને ભૂલો ય યથાવત્ થયા કરે તો ફાયદો શું થાય?
ખરી આલોચના તો જીવનમાં ક્રાંતિ લાવે છે. એ જીવનને આમૂલચૂલ પલટાવી નાખે છે. ખરી આલોચના પવિત્ર અંતર્મશા ખીલવે છે – વિવેક ખીલવે છે. ભાવીને ભૂલરહિત બનાવે છે. આવી આલોચના મહાન આત્મોત્યાનકારક બને છે.
આલોચના શબ્દ “લોચન' શબ્દ પરથી બનેલ છે. દેખવું સારી રીતે દેખવું. ગુણ-દોષને યથાર્થ રીતે દેખવા-ભાળવા. “સ્વધ્રષદર્શન એ આત્મશુદ્ધિની પાયાની પ્રક્રિયા હોય, સાધક જીવનનો એ સર્વોત્તમ સદ્ગુણ છે. સ્વદોષ દીઠા વિના તરવાનું કેમેય સંભવ નથી.
શાંતિના સમયમાં સાધકે ઘણી બારીકાઈથી પોતાના જીવનના ગુણો તથા દોષોને નિહાળવા ઘટે. જાણે કોઈ બીજાના જીવનની સમીક્ષા કરતાં હોઈએ એમ જ તટસ્થતાથી પોતાના સમગ્ર જીવનની સમાલોચના મનોમન કરતા રહેવી જોઈએ.
જDGE વિકારને વશ થઈને આ જીવે શું ભગવાનને કંઈ નુકશાન પહોંચાડ્યું છે ? નહીં, એણે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડ્યું છે... માટે ક્ષમા પણ એણે ભગવાનની નહીં પણ – ખરા દિલથી – પોતાના જ આત્મદેવની માંગવાની છે.
ક ..
As
05
.