________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૬૦
આ જન્મમાં જ પેદા થયેલા અને પાંગરેલા ‘હું ને માનવે પોતાનું મૂળસ્વરૂપ માની લીધેલ છે ? પાંગરેલા અહંકારને જ માનવી પોતાનું સ્વરૂપ સમજે છે ! ત્યાં એનામાં ‘હું કોણ' – એવી તલાસ ક્યાંથી પેદા જ થાય?
પોતાનાંશુદ્ધ ચૈતન્યને પીછાણી એમાં હું પણું કરશો તો અમૃતનો અનુભવ લાધશે. પોતે અજર-અમર છે એવું મહેસુસ થતાં મૃત્યુ આદિ તમામ ભયો ગાયબ થઈ જશે. પોતે અનંતકાળ જીવવાનો છે એ ભાન થતાં અનંતકાળનું હિત સાધવા તત્પરતા થશે.
DOS પોતાના મૂળસ્વરૂપનું ભાન થતાં તમારૂં સમસ્ત આંતર-દારિદ્ર અલોપ થઈ જશે. હીનતાની ગ્રંથિ નાબૂદ થઈ જશે. અનંતભાવીની ચિંતા પેદા થતાં, આજન્મની ચિંતાઓ આપોઆપ ગૌણ થઈ જશે. સકળ સુદ્રતા ચાલી જશે.
પોતાની સનાતન-શાશ્વત અસ્તિનું ભાન થતાં હૃદયમાં સહજ એવી અમાપ વિશાળતા આવશે કે સુદ્રવાતોમાં પડવા દિલ તૈયાર જ નહીં થાય. એવી પરમ ઔદાર્યતા પ્રગટશે કે કોઈ રહેણી-કરણીમાં સુદ્રતા નામ માત્રે ય નહીં રહે.
પોતાના અમર અસ્તિત્વની પહેચાન થતાં, જીવનમાં એવી આભૂલકાંતિ સર્જાશે કે જીવનનો હેતુ જ પલટાય જશે. જીવન ધનાદિ માટે ન રહેતા, વધુ ને વધુ આત્મસુખ અર્થે જ ગતિમાન બની જશે. બર્ધિદષ્ટિ સહેજે નિવૃત થઈ જશે.
અનાદિ અનંત અસ્તિત્વનું ભાન થતાં હૃદયમાં સહેજે અનંતગાંભીર્ય આવી જશે. ભાવોમાં પણ અગાધ ઊંડાણ આવી જશે. જીવન ઘણું ગહેરૂં સંવેદનામયી ને અંતર્મુખ બની જશે...સંવાદમયી બની જશે..વર્ણનાતીત પરિવર્તન થશે.
પોતાની સાચી અસ્તિનું ભાન પ્રગટતા, જીવનમાં કેવું મધુર સંગીત પ્રગટશે અને કેવા અનુપમ કોટીના ગુણો પ્રગટશે...શાંતિ, સંતોષ પ્રેમ આનંદ, પવિત્રતા આદિ કેવા નિરૂપમકક્ષાના ગુણો ખીલશે એ અનુભવે જ ખ્યાલમાં આવશે.