________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૧૬૨
હું કોણ છું? એની ગહેરાઈથી ગવેષણા કરો-ખોજ કરો. આંખો મીંચી, શાંત બેસીને એક જ તલાસ ચલાવો કે હું કોણ છું. મને જે માનું છું એમાંનો કોઈ ખરેખર હું નથી. જ્ઞાનીઓ મારી શાશ્વત અસ્તિ કહે છે એ મારે સંવેદવી છે. પ્રયત્નથી એ જરૂર સંવેદાશે.
કમનસીબે આપણે મનને ક્યારેય નિવૃત્ત-શાંત કે નિર્વિષયક રાખતા શીખ્યા જ નથી. ઉલ્ટે મનને પ્રવૃત્ત રાખવા સામેથી એને કોઈ ને કોઈ વિષયમાં યોજી રહીએ છીએ. પરિણામે ઘડી પણ શાંત સમાધિમાં રહેવાની આપણી ક્ષમતા રહી નથી !
મન તો એના સ્વભાવ મુજબ કોઈ ને કોઈ વિષય માંગે જ છે. આ મન જો થોડો સમય ખાલી થાયકરે તો એમાં આપોઆપ અસ્તિત્વનું પ્રતિબિંબ નિખરી આવે. પણ મનને આપણે એટલી હદે પ્રવૃત્ત કર્યું છે કે નિવૃત્તિ મુદ્દલ આપણને જચતી નથી.
જીવે પોતે દષ્ટા બની મનના પ્રવાહો જોવાની – માત્ર જોયા કરવાની જરૂરત છે. મનના ઉદ્દામવેગો શમતા અલબત સમય લાગશે. પણ નિરતર શુદ્ધ સાક્ષીભાવે મનના પ્રવાહો જોતા રહેવાથી મનથી ભિન્ન પોતાની અસ્તિ ખ્યાલમાં આવી જશે.
મનની સાથેનું આપણું તાદાત્મ તૂટે તો મન સ્વતઃ નિર્બળ થતું થÉ આપણા વશમાં આવી જશે. આપણે મન નથી પણ મનના સ્વામી છીએ એ ભાન થતાં શાશ્વત અસ્તિત્વની સભાનતા થવાનો પણ ખૂબ અવકાશ થશે.
આ ઠગારું મન જ આપણને નિવૃત્ત થવા કે આપણી સાચી અસ્તિ પખવા દેતું નથી. જીવ પળભર પણ અંતર્મુખ થાય તો પોતાની પવિત્ર અસ્તિને જાણે-માણે ને ? મને એવો અવકાશ ઉભો થવા દેવા રાજી નથી – આ પણ હકીકત છે.
અહાહા.મનને ઊંઘતું મેલીને પણ કોઈ એવી વેળાએ યત્નપૂર્વક પોતાની શાશ્વત અતિ પકડાય જાય – કોઈક એવી ઘડી આવી જાય કે મન સહજ-શાંત-શાણું હોય તો ત્યારે પરમ નિષ્ઠાપૂર્વક અંતરયત્ન કરી આત્મભાન જગાવી લેવા જેવું છે.
SS
STEPHA -