________________
૧૬૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
પોતાની અમર અસ્તિ સંવેદાતા મુક્તિ હસ્તાકમલવત્ કળાશે. પોતાના સર્વ બંધનો જાણે કે અત્યારે જ દૂર થઈ ચૂક્યા હોય એવી હળવાશ અનુભવાશે. સર્વ ચિંતાઓ અને સર્વ ભયો ભાગી જશે ને હ્રદય સાવ ફોરૂ થઈ જશે.
0
પોતાની વિરાટ અસ્તિનું જીવંતભાન વર્તતું હોય, – દુનિયા પોતાને શું માને છે એની પરવા મટી જશે. પોતાને કોઈ વાતે ય હીનતા કે દીનતાનો અનુભવ નહીં થાય. દુનિયા પાગલ કહે, પામર કહે, કંઈપણ
કહે – અંદર કોઈ અસર નહીં થાય.
70Þ
અસ્તિત્વનો અમાપ મહિમા ભાસ્યમાન થતાં દુનિયાની કીર્તિ-અપકીર્તિની ખાસ કોઈ ગણના જ નહીં રહે. જગતના સર્ટીફીકેટ મેળવવાની મંછા પણ મુદ્દલ નહીં રહે. પોતાની વિભૂતા પોતાને પ્રતિપળ મહેસુસ થતી રહેશે.
70
અસ્તિત્વજન્ય સહજાનંદ પ્રચૂર૫ણે અનુભવાતો હશે એથી દુન્યવી સુખ-દુઃખની ખાસ કોઈ ગણના નહીં રહે. કોઈ સુખ આપે તો ય ભલો ને દુ:ખ આપે તો ય ભલો – એવી સહજ સમદૃષ્ટિ ખીલી ઉઠશે. પોતે તો આઠે પ્રહર આનંદમાં રહેશે.
70×
ધ્રુવ અસ્તિત્વ એવી અચલ સ્થિરતા બક્ષનાર છે કે જગતની કોઈ તાકાત એના ભાનવાળા જીવને ક્ષોભ પમાડી શકતી નથી. કોઈ વિકારો પણ એને ક્ષોભ પમાડી શકતા નથી. કોઈ દુઃખ-દર્દ પણ એને ખાસ હચમચાવવા સમર્થ નથી.
અગાધ શાંતિના સાગર એવા અસ્તિત્વમાં તદ્રુપતા થતાં ચિત્તમાં એવી ગહેરી પ્રશાંતિ છવાય જશે કે દુનિયાની કોઈ આંધી પણ એ શાંતિ મીટાવવા સમર્થ નહીં થાય. આત્મા સમતારસનો દરિયો છે, એમાં તન્મય રહેતા અખંડ સમતા ખીલે છે.
જ્ઞાનીઓ કહે છે કે જીવોના તમામ દુઃખ, દર્દો, વિટંબણાઓ, વિનિપાતોનું મૂળ એનાં અસ્તિત્વ અભાનપણું જ છે. પોતાનું આનંદસાગર અસ્તિત્વ ખ્યાલમાં નથી એથી જ અનંતદુઃખો ઉભા થયા છે. માટે સર્વ પ્રથમ તમારા સાચા સ્વરૂપને પિછાણો.