________________
૧૫૯
સાધનાપથ અને આત્મજ્ઞાન
સમ્યક્ત્વદશાનું પરિપૂર્ણ વર્ણન તો સર્વજ્ઞદેવ પણ કરી શકતા નથી. કેવી છે પાવનભવ્ય એ દશા સચ્ચિદાનંદમયી એ દશા છે. પરમ ઉત્કૃષ્ટ વિવેકમયી છે એ દશા. પરમ નિર્દોષ દશા છે. પરમ જાગૃતિમયી દશા છે. અકથ્ય ઉમદા દશા છે.
@d
દીપકથી જેમ જ્યોતિ ભિન્ન છે; એમ દેહરૂપી દીવડાથી ચૈતન્યજ્યોતિ ભિન્ન અનુભવાય છે. દેહ તો એક મંદિર છેઃ એમાં વસનારો પ્રભુ નોખો જ છે. અંતરનો પ્રભુ પ્રતિક્ષણ અનુભવમાં આવી રહ્યો છે. પ્રતિક્ષણ. આ છે સમ્યક્ત્વદશા.
–
7@
સમ્યક્ત્વીજન ઉપશમરસનો ભંડાર હોય છે. ધર્મનો અટલ અનુરાગી હોય છે. ધર્મનો સઘળો ગહનમર્મ એને જ્ઞાત હોય છે. વિશુદ્ધ ન્યાય પ્રજ્ઞાવાળો હોય છે. જગતના તમામ જીવોને – તમામ પદાર્થોને – તમામ ભાવોને સમદષ્ટિથી જોતો હોય છે.
70
સમ્યક્ત્વીની ચેતના ભગવતી ચેતના હોય છે. ભગવાન આત્મામાં એ તન્મય હોય છે. એની પ્રજ્ઞા પણ ભગવતી હોય છે. દિનરાત સદૈવ સ્વાત્માનું અને સમષ્ટિનું શ્રેયઃ ચાહનાર હોય છે. આત્મહિતમાં પ્રતિપળ નિમગ્ન હોય છે.
70
સમ્યક્ત્વી, તમામ મિથ્યા સમજણો, મિથ્યા ધારણાઓ, મિથ્યા આકાંક્ષાઓ, મિથ્યા ખ્યાલો, મિથ્યા આગ્રહો, મિથ્યા અભિપ્રાયો, મિથ્યા માન્યતાઓ ઇત્યાદિથી મુક્ત હોય છે. કોઈ વાતની એ ગ્રંથિ બાંધવામાં માનતો નથી. એ તો બાહ્માંતર નિગ્રંથ થવા તલસે છે.
0
માનવ એવા ભ્રમમાં અનાયાસ પકડાય જાય છે કે એની અસ્તિ કેવળ આજન્મથી લઈ મૃત્યુપર્યંત જ છે. પોતાની અસ્તિ અનાદિથી છે એ વાત જ એ વિસરી ગયેલ છે ! પોતાને હજું અનંતકાળ જીવવાનું
છે એ પણ એને લક્ષગત નથી.
70
જીવનમાં જે ખરેખર યાદ રાખવા યોગ્ય છે એ માનવને સ્વપ્ને પણ યાદ નથી આવતું... અને ભૂલી જવા યોગ્ય છે એને જ યાદ કરવામાં માનવ અણમોલ સમયની બરબાદી કરે છે. ‘આત્મા યાદ રાખવા યોગ્ય ને બીજું બધું ભૂલવા યોગ્ય છે.