________________
૧૫૭
સાધનાપથ અને આત્મજ્ઞાન
તપ, જપ, પૂજા, ભકિત ઈત્યાદિ કરી જીવ ભગવાન ઉપર પોતે પાડ કર્યો હોય એમ માને છે. પણ એમ નથી...વસ્તુતઃ એણે પોતાના આત્માનું જ હિત સાધેલ છે. ધર્મ આપણે કોઈ ઉપર ઉપકાર કરવા નથી કરતા – આપણાં જ ભલા અર્થે કરીએ છીએ.
આત્માને જે નુકશાનકારક હોય તે મનને ગમે તેવું રુચિકર લાગતું હોય તો પણ આચરણીય નથી – અને – આત્માને જે લાભકારી હોય તે મનને ન રુચતું હોય તો પણ મનને મનાવી મનાવીનેય આચરવું ઘટે છે.
જીવ પુરુષાર્થ કેટલો થયો એના ગણિત માંડી મનોમન મલકાય છે. – પણ સવળો પુરુષાર્થ કેટલો થયો એ શોચતો પણ નથી. પોતાનો પુરુષાર્થ પ્રયોજનસાધક છે કે નહી ? – પુરુષાર્થ ગમે તેટલો ભીષણ થયો પણ આત્મવિકાસ કેમ ન થયો, એ કાંઈ વિચારતો નથી.
સાધનાના નામે ભીષણ પુરુષાર્થતો જીવે અનંત અનંત જન્મોમાં અનંતીવાર કર્યા છે. ઉધામાથે લટકીને આકરા તપો અનંત જન્મોમાં અનંતીવાર કર્યા છે. પણ બધાજ પુરુષાર્થ ભાવમાં વધું ભટકાવનાર થયો છે. દારૂણ હકીકત છે કે જીવનું હજુ ય ભટકવું મટ્યું નથી.
70 ઉજાસમથી અંત:કરણથી... પોતાની નાની-મોટી તમામ ભૂલોનું ભાન નિરતર થતું રહે એના જેવું સભાગ્ય બીજું એકપણ નથી. આત્મવિશુદ્ધિના પાવન પંથમાં ભૂલોનું યથાતથ ભાન નિરતર થતું જ રહે એ અતી આવશ્યક છે.
જીંદગી વૈવિધ્યસભર અગણિત ભાવોનું સંગ્રહસ્થાન છે. કયારેક હર્ષ હોય, કયારેક વિષાદ હોય, કયારેક અનુકૂળતા હોય, કયારેક પ્રતિકુળતા હોય,ઈત્યાદિ જે સમયે જે ભાવ હોય તેને પુરી પ્રસન્નતાથી સ્વીકારવા એજ શ્રેયસ્કર છે.
શરીર આવશ્યકતા કરતા અધિક ઉર્જા ઉત્પન્ન કરે તો એ હિતાવહ નથી. વિશેષ ઉર્જા જીવને બેચેન બનાવે છે. એ ઊર્જાનો ચિંતન-મનનમાં સદ્વ્યય ન થાય તો એ ઊર્જા વિકાર જગાવે છે. માટે મિતાહારીને મનનશીલ રહેવું અત્યન્ત લાભકારી છે.